મોરબી : ABVPની મહિલા કાર્યકર્તાઓ દ્વારા કોરોના વોરિયર મહિલા પોલીસકર્મીઓનું સન્માન કરાયું

- text


મોરબી : ABVP મોરબી શાખાની મહિલા કાર્યકર્તાઓ દ્વારા કોરોના વોરિયર્સ એવા મહિલા પોલીસ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

કોવિડ- 19ની વૈશ્વિક મહામારીમાં પણ નારીશક્તિ કાર્યરત છે. ત્યારે ABVP મોરબી શાખાના મહિલા કાર્યકર્તાઓ દ્વારા મોરબી DY.SP રાધિકાબેન ભારાઇ સહિત મહિલા પોલીસમાં ફરજ બજાવતા મહિલા કર્મચારીઓને એ ડિવિઝન, તાલુકા પોલીસ સ્ટેશન, બી ડિવિઝન તેમજ મહિલા પોલીસ સ્ટેશન ખાતે સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા મહિલા કર્મચારીઓને પણ નગર દરવાજા ખાતે સન્માન કરવામાં આવ્યું હતું. તેમ મોરબી ABVP નગર મંત્રી સંદિપસિંહ બી.જાડેજા એ યાદીમાં જણાવ્યું છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text