ગુમસુદા યુવતી અંગે SPને કરાયેલ અરજી ખોટી હોવાનો વાંકાનેર તાલુકા PSIનો ખૂલાસો

- text


મોરબી : મોરબીના મહેન્દ્રનગર સ્થિત પીપરવાડી વિસ્તારમાં તક્ષશિલા સ્કૂલની બાજુમાં રહેતા નરશીભાઈ દેવજીભાઈ પઢારિયાએ મોરબી એસ.પી.ને પત્ર લખી 9 દિવસ પૂર્વે રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ ગયેલી તેની 27 વર્ષીય અપરણિત શિક્ષિકા પુત્રી મોનીકાને શોધી આપવા અરજી કરી છે. આ અરજીમાં જણાવાયું છે કે 9 દિવસ બાદ પણ પુત્રી ગુમ થયા હોવાની ફરિયાદ માત્ર પોલીસ સ્ટેશન વિસ્તારની હદ નક્કી ન કરી શકવાને લઈને નોંધવામાં આવતી નથી.

આ અરજી બાબતે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના PSI જાડેજાએ ખુલાસો કરતા જણાવ્યું છે કે ગત તા. 20ના રોજ યુવતી ગુમ થઈ હતી. અને તા. 22ના રોજ પોલીસ સ્ટેશન ખાતે ગુમસુદાના પરિવારજનો આવતા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં આ બનાવ અંગેની પરિવારજનોની ફરિયાદ નોંધી લેવામાં આવી હતી. તેમજ આ બનાવ અંગે હાલમાં પોલીસ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. અને યુવતીની શોધખોળ કરવામાં આવી રહી છે. આથી, પરિવારજનો દ્વારા SPને કરવામાં આવેલી આ અરજી સદંતર ખોટી છે.

- text

ત્યારબાદ ગુમસુદાના પરિવારજનોએ મોરબી અપડેટ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું છે કે પોલીસે તેઓની ગુમસુદાની નોંધ કરી છે. પરંતુ હજુ સુધી આ બાબતે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. આથી, પરિવારજનો દ્વારા એસપીને અરજી કરવામાં આવી હતી.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text