તંત્ર મોડે મોડે જાગ્યું : કોરોના સંક્રમિતોના સંપર્કમાં આવેલા લોકોને ટ્રેસ કરવા ટીમોની રચના કરાઈ

- text


તાલુકા કક્ષાએ નિમાયેલા અધિકારીઓ કોરોના કેસનું મોનીટરીંગ કરી જિલ્લા આરોગ્ય અધિકારી સાથે સંકલનમાં રહેશે

મોરબી : મોરબી જિલ્લામાં કોરોના કેસમાં આવેલા ઉછાળા બાદ હવે તંત્ર દ્વારા માઈક્રો પ્લાનિંગના ભાગ રૂપે મહેસુલી શાખાનો સહયોગ લઈ કોન્ટ્રેક્ટ ટ્રેસીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી મોરબી દ્વારા અપાતી માહિતી તથા કોવિડ ટ્રેકર ઉપર ઉપલબદ્ધ પોઝિટિવ કેસની માહિતીના આધારે આ ટીમ કાર્ય કરશે. ગત રવિવારે આ ટીમને પોતાની જવાબદારી સોંપી દેવામાં આવી છે.

જે મુજબ મેડિકલ, રેવન્યુ, નગરપાલિકા, પંચાયત અને અન્ય કચેરીઓમાં ઉપસ્થિત રહી આ ટીમ આરોગ્ય વિભાગ સાથે સંકલનમાં રહેશે. મોરબી શહેર માટે દિપક પટેલને એસ.આઈ. ગોકુલનગર અર્બન (મેડિકલ), પી.એમ. દેશાઈને મામલતદાર કચેરી મોરબી (રેવન્યુ), સંગ્રામસિંહને મોરબી નગરપાલિકા, એ. આર.વાઘેલાને નાયબ નિયામકની કચેરીમાં, હાર્દિક મકવાણાને એસ.આઈ. લીલાપર અર્બન (મેડિકલ), એસ.વી.રાઠોડને મામલતદાર કચેરી મોરબી (રેવન્યુ), રાજદીપ નાથુભાને મોરબી નગરપાલિકા અને બી.પી.દવેને જિલ્લા રજિસ્ટ્રાર સ.મ.ની કચેરી મોરબી ખાતે ફરજ સોંપવામાં આવી છે. આ ઉપરાંત મોરબી તાલુકા માટે પ્રજ્ઞનેશ પટેલને સી.એચ.ઓ. રવાપર (મેડિકલ), આર.ડી. ગલસરને તાલુકા પંચાયત મોરબી, કે.આર.ભેટારીયાને મદદ ચેરિટી કમિશનરની કચેરી મોરબી, ઇસ્તિયાક માથકિયાને એસ.આઈ. સો-ઓરડી અર્બન (મેડિકલ), સી.જે. વડસોલાને મામલતદાર કચેરી મોરબી (રેવન્યુ) અને એમ.આર. સુરાણીને ઔધોગિક સલામતી અને સ્વાસ્થ્ય મોરબી ખાતે ફરજ સોંપાઈ છે.

જ્યારે વાંકાનેર શહેરમાં રમણ વાઘેલાને એમ.પી.એચ.ડબ્લ્યુ (મેડિકલ), પી.એસ.ગોહિલને મામલતદાર કચેરી વાંકાનેર (રેવન્યુ), દીપકસિંહ ઝાલાને વાંકાનેર નગરપાલિકા, એસ.જે. મહેતાને આઈટીઆઈ વાંકાનેર ખાતે ફરજ સોંપાઈ છે. વાંકાનેર તાલુકા માટે એસ.એ.શેરશીયાને એમ.પી.એચ.ડબ્લ્યુ (મેડિકલ), સોહિલ પીલુડિયાને તાલુકા પંચાયત વાંકાનેર તથા એચ.આર. ગોપાણીને નાયબ કાર્યપાલક ઈજનેર પાણી પુરવઠા બોર્ડની કચેરી વાંકાનેરમાં ફરજ સોંપાઈ છે.

અન્ય તાલુકાઓ જોઈએ તો, હળવદ શહેર માટે ભગવનજીભાઈ ડોડીયાને એમ.પી.એચ.ડબ્લ્યુ (મેડિકલ), ભાવેશભાઈ કણઝારીયાને મામલતદાર કચેરી હળવદ (રેવન્યુ/પંચાયત), પ્રતાપભાઈ રબારીને નગરપાલિકા હળવદ, આર.આર. હેરભાને આઈ.ટી.આઈ. હળવદ ખાતે તથા હળવદ તાલુકા માટે દિનેશ ગઢવીને એમ.પી.એચ.ડબ્લ્યુ (મેડિકલ), એસ.જી.પટેલને મામલતદાર કચેરી હળવદ તથા કે.કે. મોરવાડિયાને તાલુકા પંચાયત હળવદ ખાતે ફરજ નિયુક્ત કરાયા છે. જ્યારે ટંકારામાં ભગવનજીભાઈ ખાટાણાને એમ.પી.એચ.ડબ્લ્યુ (મેડીકલ), એન.કે મોડને તાલુકા પંચાયત ટંકારા, એલ.ડી. ડાંગરને આઈ.ટી.આઈ.ટંકારા ખાતે તેમજ માળીયા મી.માં મુકેશ કે. પરમારને ટી.એમ.પી.એચ.એસ. માળીયા (મેડિકલ), એન.બી.ગોસાઈને મામલતદાર કચેરી માળીયા (રેવન્યુ/પંચાયત), તુષાર પ્રજાપતિને માળીયા નગરપાલિકા અને એ.પી. બાવરવાને તાલુકા પંચાયત માળીયામાં રહીને કામગીરી કરવાનું સોંપવામાં આવ્યું છે.

- text

ઉપરોક્ત તાલુકા કક્ષાની ટીમ દ્વારા એકઠી થયેલી માહિતી/વિગતોનું સંકલન મુખ્ય એવી જિલ્લા કચરી ખાતે કરવામાં આવશે. કોન્ટ્રક ટ્રેસીંગ નોડલ અધિકારી તરીકે ડૉ. સી.એલ. વારેવડિયા કામગીરી સાંભળી રહ્યા છે.

જોકે એક બાજુ તંત્ર કોરોનાના કાબુમાં કરવા નવી નવી ટીમો બનાવી રહી છે. અને બીજી બાજુ કોરોના પોઝિટિવ દર્દીની વિગતો જાહેર કરવાનું બંધ કરી દેવાયુ છે. જેથી કોરીના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા લોકોને કોઈ માહિતી કે સાવચેતી અંગે જાણ થતી નથી. આમ તંત્રની બેધારી નીતિની હાલ લોકોમાં ભારે ટીકા થઈ રહી છે. જોકે તંત્રની કામગીરી સામે પણ હવે સવાલો થઈ રહ્યા છે. તંત્ર માત્ર કાગળ પર બધું આયોજન કરી રહ્યું હોય તેવી સ્થિતિ છે. કારણ કે સામેથી કોરોના બાબતે તંત્રનો સંપર્ક કરતા લોકોને તંત્ર કોઈ જવાબ આપતું નથી. અને બીજી બાજુ તંત્ર આવા લોકોને ગોતવા માટે ટિમો બનાવવના નાટક કરી રહી છે.

કન્ટેન્ટમેન્ટ ઝોન માટે મામલતદારો અને નાયબ મામલતદારોની તાલુકા વાઇઝ 10 ટીમ બનાવાઈ

કોરોના પોઝિટિવ આવેલા દર્દીના નિવાસ્થાન કે તેની આસપાસના વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાય છે ત્યારે એ ઝોનમાં અનુસરવાની કાર્યપધ્ધતિ અને તેની યોગ્ય અમલવારી માટે મોરબી જિલ્લામાં તમામ તાલુકાઓમાં મામલતદાર અને નાયબ મામલતદારોને જવાબદારી સોંપવામાં આવી છે. જે મુજબ મોરબીના શહેરી વિસ્તારો માટે જી.એચ. રૂપાપરા (મામલતદાર મોરબી), એચ.એમ.કુંડારીયા (ના. મામલતદાર મોરબી), મોરબી તાલુકા ગ્રામીણ વિસ્તાર માટે એ.પી.ગોહિલ (તાલુકા વિકાસ અધિકારી મોરબી), બી.એસ. સુવેરા (તાલુકા વિસ્તરણ અધિકારી મોરબી), જે. આર. માડવીયા (સમાજ કલ્યાણ નિરીક્ષક – જિલ્લા પંચાયત કચેરી મોરબી), અને દક્ષાબેન કાકડીયા આકડા મદદનીશ, તાલુકા પંચાયત કચેરી મોરબી)ને જવાબદારી સોંપાઈ છે.

ટંકારા શહેરી વિસ્તાર માટે સી.બી.નિનામા (ઇન્ચાર્જ મામલતદાર ટંકારા), એમ.જે. પટેલ (મામલતદાર કચેરી ટંકારા)ને જ્યારે ટંકારા ગ્રામીણ માટે એન.એમ. ટરખાલા (તાલુકા વિકાસ અધિકારી ટંકારા), વી.એ. લો. (વિસ્તરણ અધિકારી તાલુકા પંચાયત ટંકારા), કિશોર ભટાસણા (તલાટી કમ મંત્રી)ને જવાબદારી સોંપાઈ છે.

વાંકાનેર શહેરી વિસ્તારના કન્ટેન્ટમેન્ટ ઝોન માટે આર.આર.પાદરિયા (મામલતદાર વાંકાનેર), સુશ્રી ડી.કે. પાલા (મામલતદાર કચેરી વાંકાનેર), તાલુકાના ગ્રામ્ય વિસ્તાર માટે વી.કે. ગઢવી (તાલુકા વિકાસ અધિકારી), એમ વી. શેરશીયા (વિસ્તરણ અધિકારી), બી.બી. ડાભી (તલાટી કમ મંત્રી તાલુકા પંચાયત કચેરી વાંકાનેર), માળીયા મી. શહેરી વિસ્તાર માટે હાર્દિકભાઈ રાંકજા (તાલુકા વિકાસ અધિકારી), ડી. બી. શ્રીમાળી (વિસ્તરણ અધિકારી), સી.કે. પટેલ (વિસ્તરણ અધિકારી) તથા હળવદ શહેરી વિસ્તાર માટે બી.એન. કણઝારીયા (ઇન્ચાર્જ મામલતદાર), એ.જી. સુરાણી (નાયબ મામલતદાર), હળવદ ગ્રામીણ વિસ્તારના કન્ટેન્ટમેન્ટ ઝોન માટે એ.આર. રાવલ (તાલુકા વિકાસ અધિકારી), પી.સી. કણઝારીયા (તલાટી કમ મંત્રી) અને આઈ.કે. પટેલ (તલાટી કમ મંત્રી)ને ફરજ સોંપાઈ છે.

- text