મોરબી : બી ડિવિઝન પોલીસ સ્ટેશનના કોંફ્રન્સ રૂમમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી

- text


ફાયરબ્રિગેડે ત્વરિત આગ પર કાબુ મેળવ્યો : એસી સહિતના ઉપકરણો ખાખ

મોરબી : મોરબી બી. ડિવિઝનમાં આવેલા કોન્ફ્રન્સરૂમમાં શોટ સર્કિટને કારણે એ.સી.મા આગ લાગતા તાત્કાલિક ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. કોન્ફ્રન્સ રૂમમાં અન્ય કોઈ વધુ સાધન સામગ્રી ન હોવાથી આગ વધુ પ્રસરી ન હતી અને ઇલેક્ટ્રિક ઉપકરણો સિવાય કોઈ ખાસ નુકશાન જો કે થયું ન હતું. કોન્ફ્રન્સરૂમનો ઉપયોગ કોઈ પણ બેઠકો માટે જ કરવામાં આવતો હોય આગની ઘટના સમયે ત્યાં કોઈની ઉપસ્થિતિ ન હોવાથી સદભાગ્યે કોઈ જાનહાની થઈ ન હતી.

- text