વાંકાનેર : તરકીયા ગામે યુટીલીટીથી ઝુંપડાને પાડીને મહિલાને હડફેટે લીધી

- text


વાંકાનેરના તરકીયા ગામે જુના મનદુઃખનો ખાર રાખી મહિલા ઉપર હુમલો કર્યા બાદ બે શખ્સોએ યુટીલીટીથી ઝુંપડાને પાડી દીધા અને ભાગતી વખતે યુટીલીટીથી હડફેટે ચડી જતા મહિલાને ગંભીર ઇજા પહોંચી હોવાની ફરિયાદ નોંધાઇ

વાંકાનેર : વાંકાનેરના તરકીયા ગામે જુના મનદુઃખનો ખાર રાખી મહિલા પર લોખડના પાઇપ વડે હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં બે શખ્સોએ યુટીલીટીથી ઝુંપડાને પાડી દીધા બાદ ભાગતી વખતે યુટીલીટીથી હડફેટે ચડી જતા મહિલાને ગંભીર ઇજા પહોંચી હોવાની ફરિયાદ નોંધાઇ છે. વાંકાનેર પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ફરિયાદી જડીબેન અરજણભાઇ રૂપાભાઇ બામ્બા (ઉ.વ. ૪૫ રહે. તરકીયા, વાંકાનેર) એ આરોપીઓ સંજયભાઇ ભનુભાઇ બામ્બા , ભનુભાઇ હીરાભાઇ બામ્બા (રહે. તરકીયા ,વાંકાનેર) સામે ફરિયાદ નોંધાવી હતી કે ,ગઈકાલે તા.૧૧ના રોજ સવારના સવા નવેક વાગ્યાના અરસામાં અરોપીઓ ફરીયાદીના દીકરાની પત્નીઓના બે દીવસ બાદ આવતા શ્રીમંત પ્રસંગ બગાડવા માંગતા હોય તથા આરોપીને ગત નવરાત્રીમાં ફરીયાદીના દીકરા રાજુ સાથે માથાકુટ થયેલ હોય જેનો ખાર રાખી યુટીલીટી લઇ ફરીયાદીના રહેણાંકે જઇ બોલાચાલી ઝગડો કરી આરોપીએ લોખંડનો પાઇપ ફરીયાદીને કમરના ભાગે મારી પાડી દીધા હતા તથા આરોપીએ યુટીલીટીથી ફરિયાદીનુ ઝુપડુ પાડી દઇ યુટીલીટી સાથે ભાગવા જતા ફરીયાદીને યુટીલીટી ની ઠોકર લાગતાનીચે પડી જતા ગંભીર ઇજા પહોંચી હતી.આ બનાવ અંગે પોલીસે મહિલાની ફરિયાદ પરથી બન્ને આરોપીઓ સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text