12 ઓગસ્ટ : સવારના 6 થી સાંજના 6 સુધીમાં મોરબી અને હળવદમાં સવા ઈચ વરસાદ નોંધાયો

- text


મોરબીમાં જિલ્લામાં જન્માષ્ટમીના દિવસે ધીમીધારે મેઘમહેર ચાલુ રહી : ટંકારા તથા માળીયામાં 7 મીમી અને વાંકાનેરમાં 6 મીમી વરસાદ નોંધાયો

મોરબી : મોરબી જિલ્લામાં આજે જન્માષ્ટમીના પાવન અવસર પર વહેલી સવારથી મેધારજાએ પધરામણી કરી હતી.આજે મોરબી જિલ્લામાં દિવસભર ધીમીધારે વરસાદ વરસતો રહ્યો છે. જેમાં આજ સવારના 6 થી સાંજના 6 સુધીમાં મોરબી અને હળવદમાં સવા ઈચ અને બાકીના વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ નોંધાયો હતો.

મોરબીમાં આજે જન્માષ્ટમીના દિવસે વહેલી સવારથી વરસાદ શરૂ થયો હતો. આખો દિવસ મેઘાવી માહોલ વચ્ચે દિવસભર ધીમીધારે વરસાદ વરસતો રહ્યો છે. જન્માષ્ટમીના પાવન પર્વ પર મેઘરાજાએ ધીમીધારે વ્હાલ વરસાવ્યું હતું, દિવસભર વચ્ચે વિરામ લેતા લેતા ધીમીધારે મેઘમહેર અવિતરતપણે વરસી હતી.આથી ઠેરઠેર પાણી ભરાયા હતા.વરસાદી મહોલના કારણે વાતાવરણ ટાઢુંબોળ થઈ ગયું હતું. કોરોનાના કારણે જન્માષ્ટમીના દિવસની લોકોએ ઘરોમાં રહીને તહેવારની સાથે વરસાદી મહોલની ભરપૂર મજા માણી હતી.

- text

મોરબી જિલ્લા કંટ્રોલ રૂમે આજે સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીના નોંધાયેલા વરસાદના સત્તાવાર આકડા પ્રમાણે મોરબીમાં 32 મીમી એટલે સવા ઈચ ,હળવદમાં પણ 32 મીમી એટલે સવા ઈચ ,ટંકારા તથા માળીયામાં 7 મીમી અને વાંકાનેરમાં 6 મીમી વરસાદ નોંધાયો હતો. હજુ પણ એકરસ વરસાદી માહોલ વચ્ચે ધીમીધારે વરસાદ ચાલુ રહ્યો છે. જોકે મેઘરાજાએ ધીમીધારે હેત વરસાવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

- text