કોરોના વિસ્ફોટ : મોરબીમાં વધુ 3 પોઝિટિવ કેસ સાથે આજે શુક્રવારના કુલ 6 કેસ થયા

- text


માધાપર, પારેખ શેરી અને અવની ચોકડી પાસે પોઝિટિવ કેસ સામે આવ્યા : મોરબી જિલ્લાના કુલ કેસની સંખ્યા 39 પર પોહચી

મોરબી : મોરબી જિલ્લામાં કોરનાએ માઝા મૂકી હોય તેમ સતત કેસમાં વધારો થઈ રહ્યો છે. આજે બપોરે 3 કેસ બાદ વધુ 3 કેસ સાથે આજે કુલ 6 નવા કેસ કોરોના પોઝિટિવ આવતા મોરબી જિલ્લામાં કુલ કોરોના કેસની સંખ્યા 39 પર પોહચી ગઈ છે.

મોરબીમાં શુક્રવારે બપોરે રવાપર રેસિડેન્સીમાં રહેતા પરાગભાઈ મોદી અને મહેન્દ્રપરામાં રહેતા જીજ્ઞેશભાઈ નગવાડિયા અને તેમના પિતા કાંતિભાઈ નગવાડિયાના પોઝિટિવ કેસ બાદ વધુ 3 કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં માધાપર, અવની ચોકડી અને પારેખ શેરી વિસ્તારમાં કેસ સામે આવ્યા છે.

જેમાં મળતી વિગત મુજબ માધાપરમાં રહેતા 60 વર્ષના વૃદ્ધ લીલાવતીબેન સવજીભાઈ પરમાર સંક્રમિત થયા છે. જ્યારે અવની ચોકડી પાસે રહેતા અને અગાવ પોઝિટિવ આવેલા ડોકટરના સંપર્કમાં આવેલા 30 વર્ષના યુવકનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમજ વિસ્તારમાં રહેતા પારેખ શેરમાં રહેતા 35 વર્ષના યુવક કેતન પ્રાણજીવનભાઈ વાડરીયાનો રીપોર્ટ પણ પોઝિટિવ આવતા આજના એક જ દિવસમાં કુલ 6 કેસ નોંધાયા આરોગ્ય સહિતના વિભાગમાં ભારે દોડધામ મચી ગઇ છે. બપોર બાદ આવેલા અત્યારના 3 દર્દીના સેમ્પલ ગઈકાલે મોરબી સિવિલ હોસ્પિટલમાં લેવામાં આવ્યા હતા. મોરબીમાં એક જ દિવસમાં 6 કેસ નોંધાયા હોય એવું પ્રથમ વાર બન્યું છે. જ્યારે આ સાથે મોરબી જિલ્લામાં કુલ કોરોના કેસની સંખ્યા 39 પર પોહચી ગઈ છે. મોરબીમાં જે રીતે કોરોનાના કેસની સંખ્યા ઝડપભેર વધી રહી છે તે જોતા ટુક સમયમાં જ કોરનાના કેસનો આંકડો 3 ડિજિટમાં પોહચી જાય તો નવાઈ નહિ. ત્યારે હવે આ સમયે મોરબીવાસીઓએ વધુ જાગૃત થવાની ખાસ જરૂર છે.

- text

ઉલ્લેખનીય છે કે અવની ચોકડી વિસ્તારના પોઝિટિવ કેસના દર્દીનું નામ રિતેશ હરજીભાઇ પટેલ છે. તેઓ શ્યામ પાર્કમાં પરિશ્રમ એપાર્ટમેન્ટમાં રહે છે. તેઓ કેમિકલ ફેક્ટરીના માલિક છે. હાલમાં તેઓ મોરબી સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ છે. તેઓ અગાઉ કોરોના પોઝિટિવ આવેલ ડો. અંકિત અઘારાની સાથે બપોરે જમતા હતા. તેથી, તેઓ કોરોના સંક્રમિત થયા છે. તેઓને ગત તા. 1ના રોજ તાવ આવતા ખાનગી હોસ્પિટલમાં નિદાન કરી દવા લીધી હતી. બાદમાં કોરોના રિપોર્ટ કરાવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text