ખેડૂતોના સમર્થનમાં કોયલીના ખેડૂતે કર્યા એક દિવસીય પ્રતીક ઉપવાસ

- text


મોરબી : મોરબી જિલ્લાના કોયલી ગામના ખેડૂત આગેવાને ગુજરાતભરના ખેડૂતોના સમર્થનમાં એક દિવસીય પ્રતીક ઉપવાસ કર્યા હતા.

- text

મોરબી જીલ્લાના કોયલી ગામના ખેડુત આગેવાન આહીર લક્ષમણભાઈએ ગુજરાતમાં ચાલતા ડિઝીટલ આંદોલનના સમર્થનમાં એક દિવસના પ્રતીક ઉપવાસ કર્યા હતા. ડીઝીટલ આંદોલનમાં માંગણી કરવાંમાં આવી છે કે ખેડૂતોના ચડત દેવા માફ કરવામાં આવે, પાક વીમાનું નિશ્ચિત વળતર આપવામાં આવે. આ ઉપરાંત તાજેતરમાં રાજકોટ ખાતે ખેડૂત આગેવાન પાલભાઈ આંબલીયા પર જે પોલીસ કાર્યવાહી કરવામાં આવી તે સઁદર્ભે તેઓને ત્વરિત ઉચિત ન્યાય મળે એ માટે લક્ષમણભાઈએ એક દિવસના પ્રતીક ઉપવાસ કરીને અન્ય ખેડૂતોને પણ આ આંદોલનમાં જોડાવાનું આહવાન કર્યું હતું.

- text