હાશકારો : મોરબીમાં શુક્રવારે લેવાયેલા તમામ માસ સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ

- text


શુક્રવારે જિલ્લામાં માસ સેમ્પલિંગ અંતર્ગત 65 લોકોના સેમ્પલ લેવાયા હતા

મોરબી : મોરબી જિલ્લામાંમાં ફરીથી કોરોનાની એન્ટ્રી થઈ છે. જેમાં શુક્રવારે મોરબી શહેરના વાવડી રોડ મુંબઈથી આવેલા મોરબીના વૃધ્ધાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. જોકે બીજી રાહતની વાત એ છે કે મોરબીમાં શુક્રવારે લેવાયેલા 65 લોકોના સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

- text

મોરબી જિલ્લાની વિવિધ સરકારી હોસ્પિટલમાં માસ સેમ્પલિંગ અંતર્ગત શુક્રવારે 65 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે તમામ લોકોના સેમ્પલનો કોરોના રિપોર્ટ આજે નેગેટિવ જાહેર થતા તંત્રએ રાહતનો દમ લીધો છે. જોકે મોરબી શહેરમાં વાવડી રોડ પર મુંબઈથી આવેલા વૃધ્ધાનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા બાદ આરોગ્ય વિભાગ દ્વારા વધુ તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. અને આ વૃધ્ધા સાથે મુંબઈથી આવેલા લોકોનું પણ ચેકઅપ તેમજ વૃધ્ધાના સંપર્કમાં આવેલા લોકોની વિગતો મેળવી તેમનું આરોગ્ય ચેકઅપ કરવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે.


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text