સાંસદ મોહનભાઇ કુંડારીયા દ્વારા મોરબીના ચેકડેમો-તળાવો ભરવા મુખ્યમંત્રીને ભલામણ

- text


મોરબી : રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયા દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને સૌરાષ્ટ્રના ખેડૂતો અને પશુ પાલકોને ફાયદો થાય તે માટે પાણી છોડવા માટે નિર્ણય લીધેલ છે, તે બદલ આભાર વ્યક્ત કરી ચેકડેમો-તળાવો પાણીથી ભરવા અંગે વિવિધ મુદ્દાઓની લેખિત રજુઆત કરી હતી. તેમજ આ સૂચનોની અમલવારી થાય તે માટે ભલામણ કરી હતી. આ મુદ્દાઓ નીચે મુજબ છે.

1. મચ્છુ 2માંથી આજી 3 સુધીની પાઈપલાઈન હાલ ચાલુ છે. તેમાંથી હડમતીયા-લજાઈ-ધુનડા(સ.) અને નાની વાવડી, બગથડા, બીલીયા, મોડપરના તળાવો-ચેકડેમો ભરાય શકે તેવું તૈયાર માળખું છે. તેના દ્વારા આ ચેકડેમો તળાવો ભરવા

2. ડેમી 2થી આગળ સાવડી-સરેયા-બંગાવડી અને આજી 3 સુધી વચ્ચે આવતા ચેકડેમો, તળાવો કે નાની સિંચાઈ યોજના દ્વારા ભરી શકાઈ તેમ છે. તો તેના માધ્યમથી ભરવા

- text

3. મચ્છુ-૩ હાલમાં પાણીથી ભરાયેલ છે. તે પાણી પીવાલાયક નથી તો તેમાંથી તેની કેનાલનું નેટવર્ક 70% કામ પૂર્ણ થયેલ છે. તે કેનાલમાં પાણી છોડીને તેના નીચેના ગામોના તળાવો ભરી શકાય તેમ છે. ખેડૂતો લીફ્ટ એરીકેશનથી વાવેતર કરી શકે તેમ છે. તો તેમાં પાણી છોડવું. આ પાણી છોડવાથી આશરે 15 ગામોને ફાયદો થાય તેમ છે. જેથી, તે ચેકડેમો ભરવા જોઈએ. ગયા વર્ષે આ પાણીથી ચેકડેમો ભરેલા હતા, તે રીતે ભરવા જોઈએ.

4. મચ્છુ 1ની જે પાઈપલાઈન નાખવામાં આવેલ છે. તેના દ્વારા પાણી નાખવામાં આવે છે. તે પાઈપલાઈનના માધ્યમથી મહી નદીમાં અને માંટેલીયામાં અગાઉના 2 વર્ષે પાણીથી ચેકડેમો ભરવામાં આવેલ હતા. તે રીતે હાલ તુરત ચેકડેમો ભરવા કાર્યવાહી કરવામાં આવે. જેથી, આશરે 30 ગામના ખેડૂતો અને પશુપાલકોને ફાયદો થઈ શકે તેમ છે. તો તાત્કાલીક આ પાણી છોડવું જોઈએ

5. મચ્છુ 2 બ્રાન્ચ કેનાલમાંથી ઘોડાધ્રોઈ નદીના ચેકડેમો દર વર્ષે ભરવામાં આવે છે. તે રીતે ભરવામાં આવે તો ઘણો જ ફાયદો થાય તેમ છે.

- text