મોરબીના આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા આયોજિત શોર્ટ વિડિઓ ફિલ્મ સ્પર્ધાનું પરિણામ જાહેર

- text


‘રોગ પ્રતિકારક શક્તિ વધારવાનાં નુસખાઓ (ઘરગથ્થુ અને દેશી ઉપચાર)’ વિષયમાં નિર્મલ વિદ્યાલયના વિદ્યાર્થી ત્રિવેદી વિસ્મય પ્રથમ ક્રમાંકે

મોરબી : મોરબીના આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસનાં અનુસંધાને હાલની લોકડાઉનની પરિસ્થિતિમાં ‘ઘરમાં રહો, સ્વસ્થ રહો, સુરક્ષિત રહો’ સૂત્રને લઈને ‘આપણી પરંપરાગત જીવન શૈલી’ના અનુસંધાનમાં બે મીનીટની શોર્ટ વિડીઓ ફિલ્મ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધકે વિડિઓ ફિલ્મ ઘરમાં જ રહીને બનાવવાની હતી. જેમાં મોરબી જીલ્લાના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ભાગ લીધેલ તમામ સ્પર્ધકોને વિજેતા પ્રમાણપત્રો આપી પ્રોત્સાહીત કરવામાં આવશે.

- text

ઉપરાંત, કેન્દ્ર દ્વારા ત્રણ કેટેગરી તથા વિષય મુજબ સ્પર્ધાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં ધો. 5 થી 8ના વિદ્યાર્થીઓ માટે ‘રોગ પ્રતિકારક શક્તિ વધારવાનાં નુસખાઓ (ઘરગથ્થુ અને દેશી ઉપચાર)’ વિષય અંતર્ગત મોરબીની નિર્મલ વિદ્યાલયના વિદ્યાર્થી ત્રિવેદી વિસ્મય રવિન્દ્રભાઈની કૃતિ પ્રથમ નંબરે આવેલી છે. જે માટે પરિવાર અને શાળા દ્વારા વિસ્મયને અભિનંદન પાઠવવામાં આવેલ છે. વધુમાં, પ્રથમ ક્રમાંકે નોબેલ કિડ્સ સ્કૂલના વિદ્યાર્થી ત્રિવેદી તિર્થ આર.નો પણ નંબર આવેલ છે. દ્વિતીય નંબરે કોટક હરેકૃષ્ણ એચ. (નવયુગ વિદ્યાલય), તૃતીય નંબરે રામાવત હીરવા અમીતભાઈ (નવયુગ વિદ્યાલય)નો ક્રમાંક આવેલ છે.

આ સ્પર્ધામાં ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે ‘આપણો આહાર એ જ ઉપચાર’ વિષય અંતર્ગત પ્રથમ નંબરે દવે ભક્તિ જે. (ધી વી સી ટેક હાઈસ્કૂલ), દ્વિતીય નંબરે ભોજાણી આસ્થા ઉમેશભાઈ (સાર્થક વિદ્યામંદિર) તૃતીય નંબરે કાનાબાર રિયા (સેન્ટ મેરી સ્કૂલ) અને કાસોદરીયા મીતાલી શૈલેષભાઈ (તક્ષશિલા વિદ્યાલય) વિજેતા ઘોષિત થયેલ છે. તેમજ કૉલેજના વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા વાલીઓ માટે ‘ભારતીય સંસ્કૃતિ અને આયુર્વેદિક ઉપચાર પધ્ધતિ’ વિષય અંતર્ગત પ્રથમ નંબરે રાજપરા સંજયભાઇ ચતુરભાઈ (એડવોકેટ), દ્વિતીય નંબરે પટેલ ડીમ્પલબેન અને તૃતીય નંબરે રાજપરા ચેલ્સી સંજયભાઇ (નવયુગ મહિલા કૉલેજ)નો સમાવેશ થાય છે.

- text