મોરબીમાં સંસ્કૃતિ ક્લબ સહિતની સંસ્થા દ્વારા સ્વદેશી અભિયાન સ્પર્ધાનું આયોજન

- text


મોરબી : મોરબીના સંસ્કૃતિ ક્લબ સહિતની સંસ્થાઓ (ડૉ. સતીષ પટેલ, ડૉ. એમ. ડી. જાડેજા) દ્વારા બે સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

જેમાં ‘સ્વદેશી વસ્તુ નામ સાથે ફોટો’ સ્પર્ધામાં તા. 17 થી 27 મે સુધીમાં ફોટો મોકલવાનો રહેશે. સાથે સ્પર્ધકનો ફોટો પણ મોકલવાનો રહેશે. વધુમાં વધુ વસ્તુને ધ્યાનમાં લેવામાં આવશે. અને એક ફેમીલીમાંથી એક જ મેમ્બર ભાગ લઇ શકશે. અન્ય સ્પર્ધા ‘ચકલીનો માળો બનાવવો.’માં ચકલીનો માળો બનાવવાનો રહેશે. તથા તેને ઘરની ગેલેરી, ફળીયું કે યોગ્ય સલામત જગ્યાએ રાખી તેનો ફોટો મોકલવાનો રહેશે. સ્પર્ધામાં એન્ટ્રી મુજબ વિજેતા નક્કી કરવામાં આવશે. વધુ માહીતી માટે મીતા દોશી મો. 94097 30653 અથવા પૂજા મહેતા મો. 94276 67796નો સંપર્ક કરવાનો રહેશે.

- text