મોરબીથી આવતીકાલથી સતત ત્રણ દિવસ દરરોજ એમપીની બે ટ્રેનો દોડશે

- text


 

સિરામિક ઉદ્યોગોમાં કામ કરતા અગાઉથી નોંધાયેલા શ્રમિકોને વતન પહોંચાડવા ત્રણ દિવસમાં કુલ છ ટ્રેનોની વ્યવસ્થા ગોઠવાઈ

મોરબી : મોરબી જિલ્લામાં સિરામિક ઉદ્યોગોમાં કામ કરતા અગાઉથી નોંધાયેલા શ્રમિકોને પોતાના વતન એમપી પહોંચાડવા માટે સતત ત્રણ દિવસ બે- બે ટ્રેનો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટ્રેન મારફતે ત્રણ જ દિવસમાં અંદાજે 7 હજારથી વધુ શ્રમિકોને પોતાના વતન પહોંચાડવામાં આવનાર છે.

મોરબી જિલ્લામાં વસતા અંદાજે દોઢ લાખથી વધુ શ્રમિકોને પોતાના વતન પહોચાડવા માટે તંત્ર અને ઉદ્યોગોના એસોસિએશનો કામે લાગ્યા છે. જેમાં સિરામિક એસોસિએશન દ્વારા પોતાના ઉદ્યોગમાં કામ કરતા અને અગાઉથી નોંધાયેલા શ્રમિકોને પોતાના વતન પહોચાડવા ટ્રેનોની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેમાં સતત ત્રણ દિવસ સુધી દરરોજ બે-બે ટ્રેનો મધ્યપ્રદેશ સુધી દોડાવવામાં આવશે.

- text

આવતીકાલે તા.10ના રોજ એક ટ્રેન સજાપુર, એક ટ્રેન ભોપાલ, તા.11ના રોજ બે ટ્રેન મેઘનગર અને તા. 12ના રોજ એક ટ્રેન મેઘનગર અને એક ટ્રેન ભોપાલ સુધી દોડાવવામાં આવનાર છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ ટ્રેન સિરામિક ઉદ્યોગમાં કામ કરતા અને અગાઉથી નોંધાયા હોય તે શ્રમિકો માટે જ છે. બાકીના શ્રમિકોએ ધીરજ રાખવી. તેઓને પણ વતન પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવશે.

- text