રાહત યથાવત : મોરબીના ગઈકાલના 23 સેમ્પલનો કોરોના રિપોર્ટ પણ નેગેટિવ

- text


મોરબી : મોરબી જિલ્લો હજુ કોરોના મુક્ત જ રહ્યો છે. કારણ કે ગઈકાલના શુક્રવારના લેવાયેલા 23 લોકોના સેમ્પલના રિપોર્ટ આજે જાહેર થયા છે. અને આ તમામ સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

- text

મોરબીમાં ગઈકાલના શુક્રવારે કુલ 23 લોકોના સેમ્પલ લેવાયા હતા. જેમાં શંકાસ્પદ લક્ષણો સાથે ક્રિષ્ના હોસ્પિટલમાં દાખલ થયેલા લખધીરપુર રોડ પર રહેતા 30 વર્ષના યુવાન તેમજ અન્ય સારવાર માટે મોરબી સિવિલમાં આવેલા 16, ક્રિષ્ના હોસ્પિટલમાં આવેલા 1 અને આયુસ હોસ્પિટલમાં આવેલ 2 અને હળવદ સરકારી દવાખાનામાં આવેલા 2 લોકોના સેમ્પલ લેવાયા છે. આમ કુલ 23 લોકોના સેમ્પલ લેવાયા હતા. જે તમામના રિપોર્ટમાં કોરોના નેગેટિવ આવતા તંત્રએ રાહતનો દમ લીધો હતો.

- text