હવેથી મોરબીમાં બપોરે 3 વાગ્યા પછી દુકાનો-ઓફિસો બંધ રહેશે

- text


મોરબી : પાછલા ચાર દિવસથી આંતરજિલ્લા પ્રવાસની શરતોને આધારે મંજૂરી આપ્યા બાદ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં કોરોના સંક્રમીતોની વધતી સંખ્યા જોતા મોરબીમાં સવારે 07થી સાંજે 5 વાગ્યા સુધી લોકડાઉનમાં આપવામાં આવેલી છૂટછાટને માર્યાદિત કરવામાં આવી હોવાનું જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું છે. જે મુજબ વેપારી સંગઠનો સાથે થેયલી ચર્ચા અને સહમતીથી હવે સાંજના 5 વાગ્યાના બદલે બપોરે 3 વાગ્યા બાદ દુકાનો બંધ કરવાની રહેશે.

સૌરાષ્ટ્રમાં ગ્રીનઝોનમાં જે રીતે ઓરેન્જ અને રેડ ઝોનમાંથી આંતરજિલ્લા પ્રવાસીઓનો ઘસારો વધ્યો છે એ જોતા મોરબીમાં સવારે 07થી સાંજે 03 વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું છે. જેમાં જે-જે દુકાનોને સાંજે 05 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની છૂટ આપવામાં આવી હતી તેની જગ્યાએ હવેથી બપોરે 03 વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રાખી શકાશે.

- text

મોરબી જિલ્લા .એસ.પી. ડૉ. કરણરાજ વાઘેલા દ્વારા હાલ મોરબીના તમામ વિસ્તારોમાં માઈક દ્વારા આ અંગે નાગરિકોને સૂચિત કરવામાં આવી રહ્યા છે. સવારે 07થી સાંજે 07 સુધી લોકોના આવાગમન પર છૂટ યથાવત રાખવામાં આવી છે પરંતુ દુકાનો બપોરે 03 વાગ્યે બંધ કરવાની રહેશે. મોરબી ચેમ્બર ઓફ કોમર્સ અને વિવિધ વ્યાપારી સંગઠનોએ સાથે આ બાબતે ચર્ચા કરીને નિર્ણય લેવાયાનું પોલીસ જણાવી રહી છે. જોકે હજુ સુધી આ બાબતે કોઈ ઓફિસયલી નવું જાહેરનામું બહાર પડાયું નથી.

- text