મોરબી તાલુકામાં લોકડાઉનનો ભંગ કરતા 16 સામે કેસ દાખલ

- text


એ ડિવિઝન વિસ્તારમાં ચાર ક્ષોરકર્મીઓ નિયમ ભંગ કરતા દંડાયા

મોરબી : મોરબી શહેર- તાલુકામાં મંગળવારે 16 લોકોને લોકડાઉનની ગાઈડલાઇન્સનું ઉલ્લંઘન કરતા ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

- text

મોરબી શહેર એ.ડીવી.વિસ્તારમાં પાંચ લોકો સામે લોકડાઉનની ગાઈડલાઇન્સ વિરુદ્ધ આચરણ કરવા બદલ ગુન્હો દાખલ કરાયો હતો. જે પૈકી ચાર હેરડ્રેસરોએ પોતાની દુકાનો ખોલી સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરતા તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી. જ્યારે મોરબી બી.ડીવી.વિસ્તારમાં એક શખ્સ તમાકુયુક્ત ફાકી વેંચતા ઝડપાયો હતો. મોરબી તાલુકામાં બે કેસમાં 10 લોકો સામે લોકડાઉનનો ભંગ કરવા બદલ કલમ 188 મુજબ ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

- text