હળવદ : મારા ફોટા કેમ વાયરલ કર્યા તેમ કહી યુવાન પર હુમલો

- text


ત્રણ શખ્સો સામે માર માર્યાની ફરિયાદ નોંધાઈ

હળવદ : હળવદમાં વાંધાજનક ફોટા વાયરલ કરવા મુદ્દે યુવાનને ત્રણ શખ્સોએ માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. હળવદ પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ફરિયાદી ભવાનીભાઇ કરમણભાઇ રબારી (ઉવ-૩૫ રહે હળવદ બસ સ્ટેન્ડ પાછળ વડનગર) વાળાએ આરોપીઓ વાલાભાઇ ભરવાડ (રહે. હળવદ) તથા અજાણ્યા બે માણસો સામે ફરિયાદ નોંધાવી હતી કે ગઈકાલે તા.૫ ના રોજ ભૂતનાથ મહાદેવ મંદિર પાસે વેગડવાવ રોડ પાસે જાહેરમા બનેલા બનાવમાં આરોપીએ ફરીયાદીને કહેલ કે મારા અને મારી બેનપણીના ફોટા કેમ વાયરલ કરેલ તેમ કહી ગાળો આપી લોખંડના સળીયાથી ડાબા પગના ઢીચણે મૂંઢ ઇજા કરી તેમજ અન્ય બે આરોપીઓએ લાકડી વતી શરીરે મૂઢ ઇજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હળવદ પોલીસે આ બનાવ અંગે ત્રણ શખ્સૉ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text