અણિયારી ગામના તમામ રસ્તાઓ બંધ કરાયા

- text


મોરબી : મોરબી તાલુકાના અણિયારી ગામમાં ગ્રામ પંચાયત દ્વારા તમામ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. જેથી, ગ્રામજનો સિવાયના લોકો ગામમાં અંદર ન પ્રવેશી શકે અને કોરોના વાયરસના સંક્રમણને અટકાવી શકાય. આમ, કોરોના વાયરસથી સાવચેતીના ભાગરૂપે પંચાયત દ્વારા આ પગલું ભરવામાં આવ્યું હતું.

- text