પીરે તરીકત અલ્ફાજ આલમમીયા બાપુ કાદરી શુકુન હોસ્પિટલની મુલાકાતે

- text


મોરબી : મોરબીમાં વાવડી રોડ પર હાજીપીર સેવા સમિતિ દ્વારા સંચાલિત શુકુન હોસ્પિટલ આવેલ છે. હાલમાં કોરોના વાયરસની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હોસ્પિટલ દ્વારા દર્દીઓને ચેકઅપ દવા લેબોરેટરી વગેરે નાતજાતના ભેદભાવ વગર વિનામૂલ્યે આપવામાં આવે છે. ત્યારે હોસ્પિટલની મુલાકાતે મોરબીના પીરે તરીકત અલ્ફાજ આલમમીયા બાપુ કાદરી આવેલ હતા. તેઓ દ્વારા હાજીપીર સેવા સમિતિને સતત દુઆઓ અને સાથ સહકાર મળતો રહે છે. તેઓએ હોસ્પિટલની કામગીરીને વખાણી હતી તેમજ તેઓના દ્વારા સેવાભાવી દાતાઓને પૂરતો આર્થિક સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી.

- text