હળવદમાં વાડીના શેઢની તકરાર મામલે બઘડાટી : દસ લોકોને ઇજા

- text


ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર તેમજ મોરબી રીફર કરાયા : બનાવને પગલે પોલીસ ઘટના સ્થળે દોડી જઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો

હળવદ : હળવદ શહેરમાં આવેલ ઇંગોરાળા રોડ પર બે વાડી માલિકો વાડીના શેઢાની તરકારમાં સામ સામે આવી જતા બઘડાટી બોલી ગઈ હતી. આ બનાવમાં કુલ ૧૦ લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. જેથી, આ ઇજાગ્રસ્તોને સારવાર માટે પ્રથમ હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે નવ લોકોને વધુ ઇજા પહોંચતા તેઓને વધુ સારવાર માટે મોરબી તેમજ સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. સાથે જ બનાવને પગલે પોલીસ ઘટના સ્થળે દોડી જઇ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ તો બંને જૂથના લોકો દ્વારા સામસામી ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

- text

વાડીના શેઢાની તકરાર મામલે થયેલી મારામારીમાં કાનજીભાઈ પરસોતમભાઈ દલવાડી, શારદાબેન કાનજીભાઈ દલવાડી, નયનાબેન કાનજીભાઈ દલવાડી, શંકરભાઈ પરસોતમભાઈ દલવાડી, કરસનભાઈ પરસોતમભાઈ દલવાડી, જયાબેન શંકરભાઈ દલવાડી, રણછોડભાઈ બીજલભાઈ, ધારાભાઈ સવાભાઈ, સવાભાઈ બીજલભાઈ, સંજયભાઈ રણછોડભાઈને ઇજા પહોંચી હોવાનું જાણવા મળે છે. હાલ આ તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ મારામારીના બનાવને પગલે હળવદ પોલીસ ઘટનાસ્થળે દોડી જઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

- text