માળીયા : છ મજૂરોએ મીઠાના કારખાનેદારના પુત્રનું અપહરણ કર્યાની ફરિયાદ

- text


મજૂરી કામના બાકી નીકળતા રૂ. 5 લાખ ન આપતા છ મજૂરો મીઠાના કારખાના આવી કારમાં કારખાનેદારના પુત્રનું અપહરણ કરી ગયા : પોલીસે યુવકને ટિકર પાસેથી છોડાવ્યો

માળીયા : માળીયા તાલુકાના લવણપુર ગામે મીઠાના કારખાનામાંથી છ મજૂરો કારખાનેદારના પુત્રનું કારમાં બળજબરીથી અપહરણ કરી ગયાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઇ છે. જોકે કારખાનેદાર મજૂરી કામના રૂ.5 લાખથી વધુ બાકી રકમ ન આપતા છ મજૂરો તેમને તથા તેમના પુત્રને માર મારીને પુત્રનું અપહરણ કરી ગયાની ફરિયાદ નોંધાતા માળીયા પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસે આ બનાવમાં કારખાનેદારના પુત્રને ટિકર પાસેથી છોડાવ્યો હતો.

આ બનાવની માળીયા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર રાજકોટના મોટા મવા વિસ્તારમાં રહેતા અને માળીયા તાલુકાના લવણપુર ગામે મહારાજ સોલ્ટ વર્ક્સ નામનું મીઠાનું કારખાનું ધરાવતા સુરેશચંદ્ર કૈલાસ નારાયણ પરમસૂરિયાએ તમના જ મીઠાના કટખાનામાં કામ કરતા છ મજૂરો મનસુખ એભલભાઈ શિયાળ, રામભાઇ બાબુભાઇ, અમુભાઈ બાબુભાઇ, પ્રવીણ, રમેશભાઈ તથા બાબુ સામે પોતાના પુત્રના અપહરણની ફરિયાદ નોંધાવી છે.

- text

ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપી મનસુખભાઈ તેમના મીઠાના કારખાનામાં કામ કરતો હોય અને મજૂરી કામના રૂ. 5 થી 6 લાખ ચૂકવવાના બાકી હતા. પણ આ મજૂરો કામના રૂપિયા મજૂરને આપવાની કારખાનેદાર અને એના પુત્રએ ના પાડી હતી. આથી, છ મજૂરો એકસંપ કરી ગઈકાલે આ કારખાનામાં આવીને બાકીના મજૂરો કામના રૂપિયાની ઉઘરાણી મુદ્દે કારખાનેદાર અને તેના પુત્ર દિનેશભાઇને ગાળો આપી ઢીકાપાટુ તથા ધોકાથી માર માર્યો હતો. તેમજ છ આરોપીઓ તેમના પુત્ર દિનેશભાઇને પોતાની કારમાં બળજબરીથી અપહરણ કરીને ફરાર થઈ ગયા હતા. જોકે પોલીસે કારખાનેદારના પુત્રને ટિકર પાસેથી છોડાવી લીધો હતો. અને ચાર જેટલા મજૂરોની પણ અટકાયત કરી હતી. આ બનાવની ફરિયાદ નોંધાતા માળીયા પોલીસે બાકીના આરોપીઓને ઝડપી લેવા સઘન તપાસ હાથ ધરી છે.


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text