રાજકોટના જંગલેશ્વર અને ભગવતીપરામાંથી આવેલા લોકોને ક્વોરન્ટાઇન કરાયા

- text


જંગલેશ્વરથી પતિ મોરબી પત્ની પાસે આવ્યો હતો : રાજકોટ કે અન્ય વિસ્તાર માંથી આવતા લોકો 1077 નંબર ઉપર જાણ કરે તેવી અપીલ

મોરબી : રાજકોટના કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા વધી રહી છે. ત્યારે મોરબીમાં રાજકોટના જંગલેશ્વર અને ભગવતીપરામાંથી આવેલા લોકો અંગે તંત્રને જાણ થતાં તેમને સરકારી જગ્યા પર ક્વોરન્ટાઇન કરાયા છે.

આ અંગે મળતી માહિતી મુજબ રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાંથી એક યુવક મોરબી તેના સસરાના ઘરે આવ્યો હોવાની જાણ થતાં આરોગ્ય વિભાગ દ્વારા રાજકોટના યુવક અને તેના સસરાના પરિવાર સહિત ચાર લોકોને કવરોન્ટાઇન કરવામાં આવ્યા હતા. જ્યારે રાજકોટ ભગવતીપરામાંથી મોરબીના મકરાણીવાસમાં આવેલા માતા – પુત્રને પણ સરકારી ક્વોરન્ટાઇન ફેસેલિટીમાં મુકવામાં આવ્યા છે. જોકે આ કોઈ લોકોમાં શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા નથી. પોલીસ સહિતના તંત્ર દ્વારા પણ કાલિકાપ્લોટ સહિતના વિસ્તારોમાં રાજકોટના જંગલેશ્વર સહિતના વિસ્તાર માંથી કોઈ આવ્યું છે કે નહીં તેની પણ માહિતી મેળવાઈ રહી છે. ત્યારે રાજકોટ કે અમદાવાદ જેવા સેન્ટરો માંથી કોઈ લોકો મોરબી આવ્યા હોય તો તેમને 1077 નંબર ઉપર જાણ કરવા અપીલ કરાઈ છે. તેમજ કોઈ પણ લોકોને શરદી, ઉધરસ અને તાવની સાથે શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો જણાઈ તો તેમને 104 માં કોલ કરવો અથવા મોરબી સિવિલ હોસ્પિટલનો સંપર્ક કરવા જણાવાયું છે.

- text


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text