મોરબીમાં ડ્રોનથી માવાની ડિલિવરીનો વીડિયો બનાવનાર બે યુવકોની વિધિવત ધરપકડ

- text


બી ડિવિઝન પોલીસે જાહેરનામા ભંગ હેઠળ બન્ને યુવકો સામે ગુન્હો નોંધ્યો

મોરબી : મોરબીમાં લોકડાઉન દરમિયાન ડ્રોન કેમેરાથી માવાની ડિલિવરીનો વીડિયો ટિકટોકમાં વાયરલ થયાની ઘટના પોલીસના ધ્યાને આવ્યા બાદ બી ડિવિઝન પોલીસે આ બનાવની તપાસ કરીને ટિકટોકમાં માવાની ડિલિવરીનો વીડિયો વાયરલ કરનાર બન્ને યુવકોની વિધિવત ધરપકડ કરી હતી અને બન્ને સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text

મોરબીમાં પોલીસ સ્ટાફ લોકડાઉનનો કડકપણે અમલ કરાવે રહ્યો છે. જોકે લોકડાઉનમાં તમાકુ વાળા કોઈપણ પ્રદાર્થનું વેચાણ ઉપર પ્રતિબંધ છે. ત્યારે મોરબીમાં એક યુવાને ડ્રોન કેમેરાથી માવાના વેચાણનો ટિકટોકમાં વીડિયો વાયરલ કર્યો હતો. જેમાં મોબાઈલ ફોનમાં આવતી ટિકટોક એપ્લિકેશનમાં મોરબીમાં એક યુવાને ડ્રોન કેમેરો ઉડાડી તેમાં તમાકુવાળા માવાના વેચાણનો વીડિયો મુક્યો હોવાનું ધ્યાને આવતા પોલીસે આ અંગે સઘન તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસે વીડિયોની ખરાઈ કરતા મોરબીના સામાંકાંઠે ગીતાપાર્ક શેરી નંબર 3 ઋષિકેશ વિધાલય પાસે વીડિયો બનાવાયુંનું ખુલ્યું હતું. આથી આ બાબતની તપાસ કરીને આ વીડિયો ટિકટોકમાં વાયરલ કરનારની ઓળખ મળી જતા બી ડિવિઝન પોલીસે આરોપી હિરેનભાઈ બાબુભાઇ ગિરઘરીયા ઉ.વ.29 ધંધો વેપાર રહે મોરબી-2 ગીતાપાર્ક શેરી નંબર 3 ઋષિકેશ વિધાલય પાસે તથા રવિભાઈ ધીરજલાલ ભડાણીયા ઉ.વ. 26 ધંધો પ્રાઇવેટ નોકરી રહે નીલકંઠ સોસાયટી શેરી નંબર 3 મોરબી 2 વાળાને જાહેરનામા ભંગ બદલ રૂ.25 હજારના ડ્રોન કેમેરા સાથે ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે.

- text