વાંકાનેરના યુવક અને ભૂતકોટડાના બાળકનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ, આરોગ્ય તંત્રનો હાશકારો

- text


 

મોરબીના સામાંકાંઠાના પ્રૌઢમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા રાજકોટ ખાતે આઇસોલેશન વોર્ડમાં દાખલ : રિપોર્ટની જોવાતી રાહ

મોરબી : મોરબી જિલ્લાના બે શંકાસ્પદ દર્દીઓના કોરોનાના રિપોર્ટ નેગેટિવ આવતા આરોગ્ય તંત્રએ હાશકારો અનુભવ્યો છે. જો કે મોરબી શહેરના એક પ્રૌઢમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા તેના પણ સેમ્પલ લેવાયા હતા. જે હાલ પેન્ડિંગ હોય તેની રાહ જોવાઇ રહી છે.

- text

મોરબી જિલ્લામાં હજુ એક પણ કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા નથી. અત્યાર સુધીમાં 25થી વધુ શંકાસ્પદ લોકોના કોરોના ટેસ્ટ કરાયા છે. જે તમામ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. ત્યારે આજે રાજસ્થાનથી એક સપ્તાહ પહેલા આવેલા વાંકાનેરના યુવકમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા તેને રાજકોટ સિવિલમાં આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી કોરોના રિપોર્ટ માટે સેમ્પલ મોકલી આપવામાં આવ્યા હતા.આ સાથે ટંકારાના હરિપર- ભૂતકોટડા ગામના 13 મહિનાના બાળકમાં પણ કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા તેને પણ રાજકોટ ખાતે આઇસોલેશન વોર્ડમાં રાખીને તેના પણ સેમ્પલ લઈને રિપોર્ટ કરવામાં આવ્યા હતા. જો કે આ બન્ને રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

વધુમાં મોરબીના સામાંકાઠે રહેતા એક 50 વર્ષના વ્યક્તિમાં પણ કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા તેઓને પણ રાજકોટના આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે.જો કે હજુ તેમના રિપોર્ટ આવવાની રાહ જોવાઇ રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.

- text