મોરબીમાં વિદેશથી પરત આવેલા યુવાનને કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાયા , કાલે રિપોર્ટ આવશે

- text


  • વિએતનામથી પરત મોરબી આવેલા 25 વર્ષના યુવાનને શરદી સહિતના લક્ષણો જણાતા આરોગ્ય વિભાગ હરકતમાં

મોરબી : મોરબીમાં વિએતનામથી પરત ફરેલા એક 25 વર્ષના યુવાનને કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. આ યુવાનના જરૂરી રિપોર્ટ કરીને તેને લેબમાં મોકલી આપવામાં આવ્યા છે. હવે આ રિપોર્ટ આવતીકાલે જિલ્લા આરોગ્ય તંત્રને મળવાના છે.

હાલ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસનો ભારતમાં પણ પગપેસારો થઈ રહ્યો છે. જો કે હજુ સુધી ગુજરાતમાં એક પણ કેસ સામે આવ્યો નથી. આ દરમિયાન મોરબીમાં એક 25 વર્ષનો યુવાન વીએતનામથી બે દિવસ પૂર્વે જ પરત આવ્યો હતો. સરકારના આદેશ મુજબ વિદેશથી પરત ફરતા તમામ લોકોની એરપોર્ટ પર આરોગ્ય તપાસણી કરવામાં આવે છે. સાથોસાથ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા પણ સતત 14 દિવસ ઓબ્ઝર્વેશન રાખવામાં આવે છે. ઓબ્ઝર્વેશન દરમિયાન આ યુવાનમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા હતા. જેથી આરોગ્ય અધિકારીની સુચના મુજબ તુરંત જ યુવાનને સીવીલ હોસ્પિટલમાં તૈયાર કરવામાં આવેલા આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવાની સૂચના આપવા આવી હતી.

- text

આરોગ્ય વિભાગ દ્વારા આ યુવાનના જરૂરી રિપોર્ટ કરીને તે રિપોર્ટને જામનગર મોકલવામાં આવ્યા છે. હવે આવતીકાલે આ યુવાનનો રિપોર્ટ જાહેર થવાનો છે. ઉલ્લેખનીય છે કે આ યુવાનને નિયમ મુજબ સિવિલ હોસ્પિટલના તંત્ર દ્વારા આઇસોલેસન વોર્ડમાં રાખવાનો હોય છે. પરંતુ મોરબી સિવિલ હોસ્પિટલના ડોકટરોએ દર્દીના સેમ્પલ લઈને તેને જવા દીધો હતો. જે બાબતની જાણ થતાં તંત્રમાં દોઢધામ મચી ગઇ હતી. અને અધિક કલેકટર કેતન જોશી સહિતના અધિકારીઓ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી જઇ શંકાસ્પદ દર્દીને પોલીસની મદદથી આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.  આયોગ્ય વિભાગે જાહેર કર્યું છે કે કોરોનાને લઈને ભયભીત થવાની જરૂર નથી. માત્ર જાગૃત થવાની જરૂર છે. થોડી તકેદારી રાખવામાં આવે તો કોરોના દૂર રહી શકે છે.

- text