મોરબીમાં પાલિકાને તાળાબંધી તથા રામધૂનનો વિરોધદર્શક કાર્યક્રમ કોરોનાને લીધે મોકૂફ!

- text


શનાળા બાયપાસ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના પ્રશ્ને પાલિકાને 8 દિવસનું અપાયું હતું અલ્ટીમેટમ

મોરબી : મોરબીમાં કોરોનાના કારણે જાહેર કાર્યક્રમો તો મોકૂફ થયા છે. પરંતુ પ્રથમ એવો કિસ્સો આવ્યો છે. જેમાં કોરોનાના કારણે વિરોધ દર્શક કાર્યક્રમ મોકૂફ કરવામાં આવ્યો છે. શનાળા બાયપાસ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓના પ્રશ્ને તંત્રને અપાયેલું અલ્ટીમેટમ પૂર્ણ થતાં પાલિકાને તાળાબંધી તથા રામધુનનો કાર્યક્રમ યોજવામાં આવનાર હતો પરંતુ આ કાર્યક્રમ મુલતવી રાખવાની જાહેરાત કરી દેવામાં આવી છે.

- text

આ અંગે સામાજિક કાર્યકર અબ્દુલભાઇ એમ.બુખારીએ જણાવ્યું કે શનાળા બાયપાસ વિસ્તારમાં વોર્ડ નંબર 21માં પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. આ પ્રશ્ને ગત તા.11ના રોજ આઠ દિવસના અલ્ટીમેટમ સાથે પાલિકાને આવેદન પાઠવવામાં આવ્યું હતું. જો કે આ અલ્ટીમેટમ પૂર્ણ થતાં પાલિકાને તાળાબંધી અને રામધુનનો કાર્યક્રમ યોજવામાં આવનાર હતો. આ કાર્યક્રમમાં અંદાજે 100 જેટલી મહિલાઓ જોડાવાની હતી. પરંતુ હાલ ભીડ એકત્ર થવાથી કોરોનાનું જોખમ વધતું હોય આ વિરોધ દર્શક કાર્યક્રમ હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે.

- text