મોરબી હોસ્પિટલ તંત્રએ કોરોનાના શંકાસ્પદ યુવાનને સેમ્પલ લઈ જવા દીધો હોવાનો ખુલાસો થતા તંત્રમાં દોડધામ

- text


શંકાસ્પદ દર્દીને ફરજિયાતપણે આઇસોલેશન વોર્ડમાં રાખવાની સૂચના હોવા છતાં હોસ્પિટલ તંત્રની બેદરકારી : અધિક કલેક્ટરે યુવાનને પકડવા પોલીસ મોકલી

મોરબી : મોરબીમાં કોરોનાના લક્ષણ ધરાવતા એક યુવાનને હોસ્પિટલમા માત્ર રિપોર્ટ લઈને જ જવા દેવાયો હોવાની વાત મળી રહી છે. શંકાસ્પદ દર્દીને ફરજીયાત આઇસોલેશનમાં રાખવાની સુચના હોવા છતાં યુવાનને જવા દઈને હોસ્પિટલ તંત્રએ બેદરકારી દાખવી છે. જ્યારે આ અંગે જાણ થતાં અધિક કલેક્ટરે યુવાનને લેવા માટે પોલીસ મોકલી હોવાનું જાણવા મળી રહ્યું છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ વિએતનામથી પરત આવેલા એક યુવાનને કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા તેને હોસ્પિટલમાં રિપોર્ટ કરીને દાખલ કરવામાં આવ્યો હોવાનું આરોગ્ય વિભાગે જાહેર કર્યું હતું. હકકિતમાં હોસ્પિટલ તંત્રએ બેદરકાર બનીને આ યુવાનના રિપોર્ટ કરીને તેને જવા દીધો હતો. જો કે સુત્રોમાંથી પણ વાત મળી છે કે યુવાન રિપોર્ટ કરાવવા માટે નનૈયો ભણીને પોતે સંપૂર્ણ સ્વસ્થ હોવાનું રટણ કરી રહ્યો હતો. બાદમાં રિપોર્ટ કરાવીને પછી તેને ભારપૂર્વક જવાની જીદ કરી હતી અને હોસ્પિટલ તંત્રએ બેદરકાર બનીને યુવાનને જવા પણ દીધો હતો.

- text

સરકારના આદેશ પ્રમાણે કોરોનાનો શંકાસ્પદ દર્દીને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવાની ફરજ પાડીને ફરજિયાત પણે તેને દાખલ કરવાનો રહે છે. તેમ છતા હોસ્પિટલ તંત્રએ યુવાનને જવા દીધો હતો.જ્યારે અધિક કલેકટર કેતન જોશી જ્યારે હોસ્પિટલમાં પહોંચ્યા ત્યારે સમગ્ર ઘટના બહાર આવી હતી અને અધિક કલેક્ટરે તુરંત જ પોલીસને યુવાનને લઈ આવવા માટે મોકલી હતી.

- text