વાંકાનેરના માર્કેટ ચોકમાં વાહન અથડાવા મામલે મારામારી

- text


જીતુ સોમાણીના પુત્ર સામે વાંકાનેર સીટી પોલીસે એસ્ટ્રોસીટી એક્ટ અને મારામારીનો ગુનો દાખલ કર્યો

વાંકાનેર : વાંકાનેરના માર્કેટ ચોક ખાતે ગત સવારના સમયે ફરિયાદી રોહિતભાઈ નાનજીભાઇ ચાવડા (ઉમર વર્ષ 20, રહે સિંધાવદર, તા. વાંકાનેર) એ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં એવી ફરિયાદ નોંધાવી છે કે આજ રોજ સવારે 10 થી 11 વાગ્યાના સુમારે પોતાની ઇકો કાર નંબર GJ01KF7664 ને લઈને ઊભા હોય, તે સમયે આરોપી સમીર જે. સોમાણી તથા આરોપી અમઝાઅલી વોરા એ રોહિતભાઈ જાતિ પ્રત્યે હડધૂત કરી માર માર્યાની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

જે અંગેની વાંકાનેર પોલીસ સ્ટેશનથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ આરોપી સમીર સોમાણી પોતાનું મોટરસાયકલ એકટીવા લઈને ત્યાંથી પસાર થતા હતા. તે સમયે ઇકો કાર સાથે ટકરાતાં ફરિયાદીને કહેલ કે તું મને ઓળખે છે? તેમ કહી આરોપીએ જાહેરમાં જાતિ બાબતે હડધૂત કરીને મોઢાના ભાગે હોઠ પર ઇજા કરી અને ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યા અંગેની સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

- text

વાંકાનેર સીટી પોલીસે ગુનો નોંધી ipc ૩૨૪. ૩૨૩. ૫૦૪. ૧૧૪ તથા એન્ટ્રોસિટી એકટ મુજબ ગુનો નોંધી એન્ટ્રોસિટી(૩-૧) R(૩-૧) s(૫-A) મુજબ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જે અંગે વધુ તપાસ મોરબી ડીવાયએસપી ચલાવી રહ્યા છે. આરોપી સમીર સોમાણી વાંકાનેર ભાજપના આગેવાન જીતુ સોમણીનો પુત્ર છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વાંકાનેરમાં ટ્રાફિકથી સતત ધમધમતા માર્કેટચોક ખાતે ભારે ટ્રાફિકના કારણે સ્થાનિક લોકોને ભારે મેશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ પોઇન્ટ મુસાફરોની હેરાફેરી કરતા ખાનગી વાહનો માટેનો સ્ટોપ બની ગયો હોવાથી અહીં ભારે ટ્રાફિક જામના કારણે ચોકમાં વાહનો અથડાવા, પાર્ક કરવા જેવી બાબતોએ વારંવાર સંઘર્ષ થતો રહે છે. ત્યારે આ બાબતે સ્થાનિક પોલીસ તંત્ર યોગ્ય પગલાં ભરે તેવી લોક માંગ પ્રબળ બની છે.

- text