મોરબીમાં ઠેર ઠેર આસ્થાભેર હોલિકા દહન કરાયું

- text


આવતીકાલે ધૂળેટીન8 ધામધૂમથી ઉજવણી કરાશે : નાના મોટા સૌ કોઈ રંગોના પર્વને ઉજવશે

મોરબી : મોરબીમાં આસુરી શક્તિના વિજય રૂપે આજે રામ ચોક, રવાપર ગામમાં ઉપરાંત રવાપર રોડ ઉપર આજે 45માં વર્ષે હોલિકા દહન કરી લોકોએ પ્રદક્ષિણા ફરી દુર્ગુણોની આહુતિ આપી હતી. વિવિધ સ્થળો ઉપર પ્રગટાવેલી હોળીના દર્શન કરવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા.

- text

મોરબીમાં આજે હોળીની ભારે આસ્થાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.દરેક વિસ્તારના મુખ્ય ચોકમાં શ્રધ્ધાભેર હોળીને પ્રગટાવવામાં આવી હતી.લોકોએ ખજૂર ,ધાણી, દાળિયા અને ટોપરું ,નાળિયેર સહિતની વસ્તુઓનું હોલિકામાં દહન કરીને પોતાની ભીતરમાં રહેલી દુર્ગુણો રૂપી આસુરી શક્તિનું દહન કરવાની અને પરિવારના મંગલમય કલ્યાણની પ્રાર્થના કરી હતી.આજે હોળીની છેલ્લી ઘડીએ બજારમાં ખજૂર સહિતની વસ્તુઓ તેમજ રંગોત્સવ માટે સ્વદેશી વિવિધ જાતની પિચકારીઓ અને હર્બલ કલરની ભારે ખરીદી કરી હતી.લોકોએ મોંઘવારીના ડામને વિસરી જઈને હોળીની ઉજવણી કરી હતી.જ્યારે આવતીકાલે રંગોત્સવ છે.તેથી શેરીએ ગલીએ વિવિધ રંગોની બોછાર ઉડશે ,નાનાથી માંડીને મોટેરાઓ પોતાના પરિવાર,સ્નેહીજનો,સગા અને મિત્રો સાથે મનભરીને રંગોત્સવ મનાવશે.

- text