ટંકારામાં બોધોત્સવની ઉજવણીનો પ્રારંભ : કાલે રાજ્યપાલ અને મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે

- text


ટંકારા : ટંકારામા મહાશિવરાત્રીના દિવસે મહષિઁ દયાનંદ સરસ્વતીનો બોધોત્સવ પવઁ વષોઁથી ઉજવવામા આવે છે. જે અંતઁગત તા. 20, 21, 22 ફેબુઆરી એ ત્રિદિવસીય બોધોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો આજથી પ્રારંભ થયો છે. દેશભરના જુદા-જુદા રાજયોમાંથી આયઁસમાજના લોકો અહી ઉમટી પડ્યા છે. તેમજ આવતીકાલે મુખ્ય અતિથિ તરીકે ગુજરાતના મહામહીમ રાજ્યપાલ દેવવ્રતજી અને રાજયના મુખ્ય સેવક વિજય રૂપાણી ઉપસ્થિત રહેશે. શિવરાત્રીએ સામવેદ પારાયણ યજ્ઞની પુર્ણ આહુતિ આપી ૐ ધ્વજને લહેરાવામા આવશે. ત્યારબાદ વિશાળ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી ઋષી ગાથાનુ ગાન કરશે. આ અવસરે શહેરના મુખ્ય માર્ગો રોશનીથી ઝળહળી ઉઠયા છે. જેનો અનેરો આનંદ લોકો લઇ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે ટંકારામા સામાન્ય ઔદિચ્ય બ્રાહ્મણ પરિવારના કરશનજીભાઇ ત્રિવેદીના ઘરે 12 ફેબ્રુઆરી, 1824ના રોજ જન્મેલા મૂળશંકર નામના બાળકને ચૌદ વષઁની ઉમરે મહાશિવરાત્રિની મધ્યરાત્રીના ચારપ્રહરની શિવમંદિરમા શિવપૂજા દરમિયાન શિવલિંગ ઉપર ઉંદરને ફરતો જોઇને અંતરાત્માનો અવાજ સાંભળીને ઘર-પરિવાર ત્યાગી અને પોતાનુ ગામ છોડીને શિવ ની શોધમાં નિકળી પડયા હતા. અને ભારતભ્રમણ કરીને સમય જતા આયઁસમાજની સ્થાપના કરીને વૈદિક ધમઁ સ્થાપ્યો હતો. અને સમાજમા પ્રવતઁતી કુરિવાજોની બદી સામે બંડ પોકારી ક્રાંતિકારી સંત તરીકે મહષિઁ દયાનંદ સરસ્વતી ઓળખ પામ્યા હતા.

- text

સૌ પ્રથમ દયાનંદ સરસ્વતીએ મુંબઈમાં આયઁસમાજની સ્થાપના કરી હતી. મહષિઁએ સત્યાથઁપ્રકાશ નામના ગ્રંથની રચના પણ કરી હતી. સને 1959મા પોરબંદરના શેઠ નાનજી કાલિદાસે તે સમયના ટંકારાના રાજવી પરિવાર પાસેથી રાજવી મહેલ સવા લાખ રૂપિયામા ખરીદી આયઁ સમાજ સંસ્થાને અપઁણ કયોઁ હતો. અને ત્યારથી ટંકારામા આયઁસમાજની શરૂઆત થઇ હતી. તે સમયથી આયઁસમાજ દ્વારા મહષિઁ દયાનંદ સરસ્વતી ને મહાશિવરાત્રિએ બોધ પ્રાપ્ત થયાનું માનીને ૠષિ બોધોત્સવ પવઁ ઉજવવામા આવે છે. દર વર્ષે મહાશિવરાત્રિ દરમિયાન ત્રિદિવસીય ઉજવણી આયઁસમાજ સંસ્થા દ્વારા કરાઈ છે. દેશભરના જુદા-જુદા પ્રાંતમાંથી આયઁસમાજના લોકો ઉમટી પડે છે. અને મહષિઁની જન્મભૂમિમા પધારી ચારધામની યાત્રા જેટલુ પૂણ્ય કમાયાની લાગણી અનુભવે છે.

જે અંતઁગત તા. 20 થી 22 ફેબ્રુઆરી સુધી ઋષિ બોધોત્સવ ઉજવાશે. મહાશિવરાત્રિના દિને વૈદિક ધમઁના પ્રચારકો દ્વારા ૠષિ બોધોત્સવ માટે અંદાજે દેશભરના જુદા-જુદા રાજયોમાંથી આયઁસમાજના લોકો ટંકારા ખાતે આવ્યા છે. શિવરાત્રીના દિવસે સવારે ઓમ ધ્વજનુ ધ્વજારોહણ કરવામાં આવશે. બાદમા શહેરના રાજમાર્ગો ઉપર ભવ્ય શોભાયાત્રા નિકળશે. શોભાયાત્રામા વૈદિકધમઁનો પ્રચાર, આયઁસમાજ સંસ્થાની પ્રવૃતિની સમજ આપતા બેનર અને સુત્રોચ્ચાર કરાશે. શોભાયાત્રાનુ શહેરભરમાં ભવ્ય સ્વાગત પણ થશે. સૌથી મહત્વની બાબત મુસ્લિમ સમાજ દ્વારા પણ કોમીએકતાની ભાવના ચરિતાર્થ કરીને આયઁસમાજની શોભાયાત્રાનું સન્માન કરાશે. બપોરના સમયે દયાનંદ સરસ્વતીની શ્રધ્ધાંજલિ સભા થશે. સમગ્ર કાયઁક્રમના આયોજન માટે ટૃસ્ટના આચાર્ય રામદેવ શાસ્ત્રી ભારે જહેમત ઉઠાવી રહ્યાં છે.

- text