ખાખરાળા ગામના ભવાઈ મંડળને દિલ્હી ખાતે ઇન્ટરનેશનલ કલાકાર તરીકેનો એવોર્ડ મળ્યો

- text


દિલ્હી ખાતે આયોજિત “ભારત રંગ મહોત્સવ 2020″માં પફોર્મન્સ કરી મોરબી જિલ્લાનુ ગૌરવ વધાર્યું 

મોરબી : ગત તારીખ 14 ફેબ્રુઆરી 2020નાં રોજ નેશનલ સ્કુલ ઓફ ડ્રામા- ન્યુ દિલ્હી દ્વારા આયોજીત “ભારત રંગ મહોત્સવ 2020” ઇન્ટરનેશનલ થીયેટર ઓફ ઇન્ડિયાનું આયોજન થયેલ. જેમાં ભારતના વિવિધ રાજ્યો સહિત અનેક દેશોમાંથી કલાકારો પોતાની કલાના કામણ પાથરવા આવેલા હતા. જેમાં ગુજરાતની સંસ્કૃતિ, ભારતીય પરંપરા, ગ્રામ્ય જીવનને તાદ્રશ્ય કરતી લોકકલા એટલેકે ભવાઈનો પ્રયોગ કરવામા આવ્યો હતો. જેમાં ખાખરાળા ગામનુ વિશ્વ પ્રખ્યાત એવુ “સ્વામી વિવેકાનંદ ભવાઈ મંડળ” કે જેના દેશ-વિદેશોમા અનેક પ્રોગ્રામ થયેલા છે એવા મંડળને “ભારત રંગ મહોત્સવ 2020″માં પરંપરાગત ભવાઈ રજૂ કરી ડાયરેક્ટર પ્રાણજીવનભાઈ બાબુભાઇ પૈજા અને તેમની ટીમે આપણા ગુજરાત રાજ્યનો ડંકો વગાડ્યો છે.

- text

આ ભવાઈ પ્રયોગ બદલ એમને અને એમની ટીમને ઇન્ટરનેશન કલાકાર તરીકેનું પ્રમાણપત્ર અને એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનુ સંચાલન રવિરાજભાઈ પી.પૈજાએ કરેલ કે જેઓ શિક્ષક પણ છે અને આપણી લુપ્ત થતી સંસ્કૃતિને જાળવી રાખવાનો અથાક પ્રયત્ન પણ કરી રહયા છે. દિલ્હીના પરફોર્મન્સ બદલ ભવાઈ મંડળને ઠેર ઠેરથી શુભેચ્છાઓ મળી રહી છે.

- text