શકત શનાળા પ્લોટ શાળામાં શિક્ષકનો વિદાય સમારંભ યોજાયો

- text


મોરબી : શકત શનાળા પ્લોટ શાળામાં મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવતા વસંતલાલ ડાયાભાઈ ચીકાણી વયમર્યાદાને કારણે આજે તા. 31 જાન્યુઆરી, 2020નાં રોજ નિવૃત થતા હોય શાળા પરિવાર દ્રારા તેમનાં વિદાય/સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યુ હતું.

કાર્યક્રમની શરૂઆત સમૂહ પ્રાર્થનાથી કરવામાં આવી હતી. શાળા પરિવાર વતી શાળાના શિક્ષિકા રંજનબેન લશ્કરી અને મીનાબેન ફુલતરિયાએ સાહેબને દીર્ઘ અને તંદુરસ્ત આયુષ્ય પ્રાપ્ત થાય, સુખ, શાંતિ, સમૃદ્ધિ તથા નિવૃત્તિમાં પણ પ્રવૃત્તિમય રહી કુટુંબ,પરિવાર અને સમાજ ઉપયોગી કાર્ય કરતા રહો તેં માટે શુકનનું પ્રતિક નાળિયેર અને પડો આપી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. શાળા પરિવાર વતી શાળાના આચાર્ય મહેશભાઈ રામાવત, મદદનીશ શિક્ષકો પ્રભુલાલ રંગપડ઼િયા અને હર્ષદભાઈ મારવણીયા એ તેઓએ કરેલી કામગીરીને બિરદાવવા સાલ ઓઢાડી સન્માનિત કર્યા હતાં. આ પ્રસંગે શાળાની વિદ્યાર્થીનીઓએ વિદાય ગીત રજુ કર્યું હતુ અને વિદ્યાર્થીઓએ ગુરુ પ્રત્યેની કૃતજ્ઞતા વ્યકત કરવા ભાવ-પ્રતિભાવ રજુ કરી પોતાના કાયમી સંભારણા સ્વરૂપે ગિફ્ટ આપી હતી. શાળાના આચાર્ય મહેશભાઈ રામાવત તથા મદદનીશ શિક્ષક પ્રભુલાલ રંગપડિયાએ તેમને કરેલી કામગીરી સરાહનીય અને વંદનીય છે. તેમનાં જવાથી આ શાળાને તેમની ખોટ પડશે અને તેઓએ કરેલી કામગીરી અમોને કાયમ યાદ રહેશે તેવું જણાવેલ હતું. વિદાયમાન લેતા ચીકાણીસાહેબનો સ્વભાવ મૂકસેવક જેવો, ઓછું બોલવું અને કામ કરતા રહેવું. જાહેરમાં ન બોલવાની ટેવ હોવાં છતા બ્રહ્મનાદ કરી ભાવ પ્રતિભાવ આપતા તેંઓએ શાળા પરિવાર અને ઉપયોગી થયેલ તમામનો આભાર વ્યકત કર્યો હતો અને બાળકોને સંસ્કાર સાથેનું શિક્ષણ પ્રાપ્ત કરવા અનુરોધ કર્યો હતો.

- text

કાર્યક્રમના અધ્યક્ષ અને એસ.આઈ. સાગરભાઈ ચાવડા એ નિવૃત્તિ પ્રસંગે સાહેબને દીર્ઘ અને તંદુરસ્ત આયુષ્યની શુભેચ્છા પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમ્યાન લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતાં. કાર્યક્રમનાં અંતમાં આભારવિધિ રંજનબેન લશ્કરીએ કરી હતી અને કાર્યક્રમનું સંચાલન હર્ષદભાઈ મારવણીયાએ કર્યું હતુ. કાર્યક્રમ પુર્ણ થયે સૌએ સાથે સ્વરુચિ ભોજન લીધુ હતું.

- text