મોરબી : ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા ૨૫ વર્ષથી નાસતો આરોપી પકડાયો

- text


મોરબી : મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા ૨૫ વર્ષથી નાસતા-ફરતા આરોપીને મોરબી પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો.

- text

ગઈ કાલે તા. 7 જાન્યુઆરીના રોજ પેરોલ ફર્લો સ્કવોડ ટીમ દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા ૨૫ વર્ષથી નાસતા-ફરતા આરોપી રવજી રમુભાઈ ચાડમિયા/સોલંકી (ઉં.વ. 49, રહે. હાલ કાલાવડ, રણુજા ચોકડી પાસે ઝૂંપડામાં, જી. જામનગર, મૂળ રહે. કાંગશીયાળી, તા. લોધીકા, જી. રાજકોટ)ને જામનગર જિલ્લાના કાલાવડ ગામે રણુજા ચોકડીથી પકડી ધોરણસર અટક કરવામાં આવેલ છે. આ કાર્યવાહીમાં પોલીસ ઈન્સ્પેક્ટર એલ.સી.બી. મોરબી તથા એ.એસ.આઈ. હીરાભાઈ ચાવડા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ચંદ્રકાંતભાઈ વામજા, પોલીસ કોન્સ્ટેબલ જયેશભાઈ વાઘેલા, પોલીસ કોન્સ્ટેબલ બ્રિજેશભાઈ કાસુન્દ્રા, પોલીસ કોન્સ્ટેબલ સહદેવસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ સતિષભાઈ કાંજીયા જોડાયેલા હતા.

- text