માળીયામા રોડના કામ બાબતે યુવાન પર હુમલો

- text


બે શખ્સોએ હુમલો કર્યાની માળીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ

માળીયા : માળીયા મિયાણામા રોડના કામ મામલે બે શખ્સોએ યુવાન પર હુમલો કર્યો હતો. આ બનાવની યુવાને ફરિયાદ નોંધાવતા માળીયા પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

આ બનાવની માળીયા મીંયાણા પોલિસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ઇસ્માઇલ ઉર્ફે વલુ સાઉદિનભાઇ જેડા ઉવ ૨૧ રહે હાકમશાપીરની દરગાહ પાસે માળીયાએ હારૂનભાઇ દિલાવરભાઇ જેડા અને કાદરભાઇ કરીમભાઇ મોવર રહે બન્ને માળીયા.મી સામે માળીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે,તા.૧૭ના રોજ એક આરોપીએ ફરીયાદીને માળીયા.મી ગામમાં વાડા વિસ્તારમાં આર.સી.સી રોડનુ કામ ચાલુ હોય તે બંધ કરાવવાનુ કહેતા ફરીયાદીએ એ કામ બંધ કરાવાની ના પાડતા ફરીયાદીને ગાળો આપી બીજા આરોપીએ લોખંડના પાઇપ વતી હુમલો કર્યો હતો. તેમજ આરોપીઓએ ફરિયાદીને ઝાપટ તથા પાવડાના હાથા વડે આડેધડ મૂઢ માર મારી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.માળીયા પોલીસે યુવાનની ફરિયાદ પરથી બે શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

- text