મોરબીના સંગમ વોટર પાર્કમાં આહલાદક વાતાવરણ વચ્ચે લિજ્જતદાર ભોજનની મજા

- text


સાંજના સમયે ભોજન માટે આવતા લોકોને ફ્રી એન્ટ્રી : રેસ્ટોરન્ટમાં વનાળીયાનો ફેમસ સુરતી રીંગણાનો ઓળો, માટલા ઊંધિયું, રોટલા, વઘારેલી ખીચડી-કઢી સહિતની ચટાકેદાર દેશી આઇટમો તેમજ પંજાબી, ચાઈનીઝ અને સાઉથ ઇન્ડિયન ફૂડ પણ ઉપ્લબ્ધ
વોટરપાર્કમાં વિશાળ ગાર્ડન, રૂમ સહિતની અનેકવિધ સુવિધાઓ, મેરેજ- બર્થ ડે કે અન્ય પાર્ટી માટેનું બેસ્ટ લોકેશન

(પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : મોરબીના શહેરી વિસ્તારથી થોડા અંતરે શાંત અને કુદરતી વાતાવરણ વચ્ચે આવેલુ સંગમ વોટર પાર્ક દેશી લિજ્જતદાર ભોજન માટેનું શ્રેષ્ઠ સ્થળ છે. વોટર પાર્કમાં સાંજના સમયે ભોજન માટે આવતા લોકોને ફ્રી એન્ટ્રી આપવામાં આવે છે. અહીંની વનાળીયાનો ફેમસ સુરતી રીંગણાનો ઓળો, માટલા ઊંધિયું, રોટલા, દહીં, માખણ, વઘારેલી ખીચડી-કઢી સહિતની ચટાકેદાર દેશી આઇટમો મોરબીવાસીઓને ખૂબ ઘેલું લગાડશે.

- text

મોરબીન હરવા ફરવા અને સ્વાદના શોખીન લોકો માટે શહેરથી થોડા અંતરે શનાળા ગામ પાસે સંગમ વોટરપાર્ક એન્ડ રેસ્ટોરન્ટ શરૂ કરવામાં આવ્યું છે. મોરબીવાસીઓ દિવસભર અહીં ખૂબ મજા કરી શકે તે પ્રકારે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અહી પેન્ડુંલમ, કપલ ટ્યુબ રાઇડ્સ, સિંગલ ટ્યુબ રાઇડ્સ, મલ્ટી લેન્ડ, મલ્ટીપર્પસ કિડ્સ પ્લે, અમ્રેલા, કિડ્સ રાઇડ્સ જેવી આધુનિક રાઇડ્સ ઉપલબ્ધ છે.ઉપરાંત અહીં રેસ્ટોરન્ટ,વિશાળ ગાર્ડન, રૂમ સહિતની સુવિધાઓ છે. અહીંના રેસ્ટોરન્ટમા બપોરના સમયે સ્વાદિષ્ટ લંચ પણ મળશે. સાથોસાથ સાંજના સમયે ચટાકેદાર ડિનર પણ ઉપલબ્ધ થશે. સાંજના સમયે ભોજન માટે આવત લોકોને અહીં વિનામૂલ્યે પ્રવેશ મળશે. જો કે, સાંજના સમયે સ્વીમીંગ પુલમાં તમામ રાઇડ્સ બંધ રાખવામાં આવશે. પરંતુ અહીંના આહલાદક લોકેશનમા જમવાનો લ્હાવો લોકોને અચૂકપણે મળશે.સંગમ રેસ્ટોરન્ટમાં મોરબીવાસીઓને શુદ્ધ કાઠિયાવાડી ભોજન મળશે. જેમાં વનાળીયાનો ફેમસ સુરતી રીંગણાનો ઓળો, માટલા ઊંધિયું, રોટલા, દહીં, માખણ, વઘારેલી ખીચડી-કઢી તેમજ અન્ય દેશી વાનગી હશે. આ ઉપરાંત પંજાબી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન ફૂડ તેમજ પેન્ટ્રી, કોલ્ડ્રીંકસ પણ મળશે.

સંગમ વોટરપાર્ક એન્ડ રિસોર્ટના શ્રેષ્ઠ લોકેશનમાં સગાઈ, લગ્ન, બર્થડે પાર્ટી તેમજ કંપની મીટીંગ સહિતના આયોજનો પણ થઈ શકે છે. જેના માટે અહીં તમામ પ્રકારની સુવિધા પણ ઉપલબ્ધ છે. વધુમાં અહીંની સર્વિસ પણ ખૂબ સરાહનીય છે. તો આજે જ આપના પરિવાર કે મિત્રો સાથે અચૂકપણે પધારીને વોટરપાર્કમાં ધુબાકા લગાવો અને બપોરે તેમજ સાંજે લિજ્જતદાર ભોજનની મજા માણો. વધુ વિગત માટે મો.નં. 9316536454 અથવા 9316536716 ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

- text