રાજકોટ પોલીસે ડુપ્લીકેટ તમાકુ બનાવવાની ફેક્ટરી ઝડપી પાડી : સંચાલકો વાંકાનેરના

- text


વાંકાનેર : વાંકાનેર ડુપ્લીકેટ તમાકુ બનાવવાનું હબ બની ગયું હતું અને અલગ અલગ સમયે અલગ અલગ કિસ્સામાં ઘણી વખત પોલીસે આ ડુપ્લીકેટ તમાકુની બનાવટ કરતી ફેક્ટરી અને આરોપીને ઝડપી પાડયા હતા હવે આ ડુપ્લીકેટ તમાકુની ફેક્ટરી માલિકોએ તાલુકો બદલી ને રાજકોટ તાલુકો પકડી લીધો હોઈ તેવી ઘટના સામે આવી છે.

રાજકોટના કુવાડવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાગબાન તમાકુમાં ભેળસેળ કરીને અથવા તો બાગબાન નું ડુપ્લીકેટ તમાકુ બનાવતા બે શખ્શો સોહીલ ઉસ્માન કડીવાર, (રહે રાતિદેવળી, તા.વાંકાનેર) અબ્દુલ અયુબ સમા (દાતારની દરગાહ પાસે વાંકાનેર)ને કુવાડવા પોલીસ સ્ટાફ દ્વારા ધરપકડ કરી અંદાજિત રૂપિયા સાત લાખ એકવીસ હજાર આઠસો વિસ (7,21,820/-) નો મુદામાલ કબ્જે કરી આગળ ની કાર્યવાહી હાથ ધરેલ છે.

- text

મળેલ માહિતી મુજબ રાજકોટ તાલુકાના પીપળીયા ગામે સણોસરા જવાના રસ્તા ઉપર આવેલ નવીન નગર બ્લોક નંબર 221 માં રહેતા અબ્દુલ અયુબ સમા અને સોહિલ ઉસ્માન કડીવાર આ બંને આ મકાનની અંદર બાગબાન કંપનીનું 137 નંબરનું તમાકુ નું ડુપ્લિકેશન બનાવી રહ્યા હતા એમની માહિતી પોલીસને મળતા તેઓએ રેડ કરીને આ બંને આરોપી અને 721820 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.

અગાઉ પણ વાંકાનેર વિસ્તારમાં સ્થાનિક પોલીસ અને એલસીબી દ્વારા ડુપ્લીકેટ તમાકુ બનાવતી ફેક્ટરીઓ ઝડપી પાડેલ હતી. ડુપ્લીકેટ તમાકુ બનાવતી ફેકટરીના સંચાલક ઉપર એલસીબીની ભીંસ વધતા તેઓએ મોરબી જિલ્લો છોડી રાજકોટ જિલ્લામાં કામગીરી શરૂ કરેલ જોકે આ કિસ્સામાં પણ મુખ્ય સંચાલકો છૂમંતર થઈ ગયા છે અને ફક્ત માણસો ઝડપાયા છે.

- text