વાંકાનેરની યુવતીને આત્મહત્યા માટે મજબુર કરનાર મહિલા સહિત ચાર ઝડપાયા

- text


વાંકાનેર : મૂળ વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામના અને હાલ દિગ્વિજયનગર, પેડક સોસાયટી વાંકાનેર ખાતે રહેતા રતિલાલ ગોવિંદભાઇ વોરાએ પોતાની પુત્રી સોનલબેનને યેનકેન પ્રકારે શારીરિક, માનસિક ત્રાસ આપી આત્મહત્યા કરવા મજબુર કરનાર એક મહિલા સહિત ચાર સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય આરોપીને ઝડપી પાડી આત્મહત્યા કરવાની દુષ્પ્રેરણા આપવાની કલમ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી રતિલાલ વોરાએ પોતાની પુત્રી સોનલબેન ઉં.વ.20ને આરોપીઓએ બદનામ કરવાની ધાક ધમકી આપી, ગેંગરેપ કરવાની કોશિશ કરી અવાર નવાર પરેશાન કરતા હોવાથી પોતાની પુત્રીએ જાતે શરીર પર કેરોસીન છાંટી જાત જલાવતા શરીર પર સખ્ત રીતે દાઝી ગઈ હતી. પુત્રીને સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલે ખસેડતા સારવાર દરમ્યાન તેનું મોત થયું હતું.

રતીલાલની ફરિયાદના આધારે પોલીસે આરોપીઓ ગૌરીબેન કેશુભાઈ ઉભડીયા, રાહુલ રમેશ વોરા, જીતેન્દ્ર અરજણ મકવાણા (રહે. બધા વાંકાનેર તાલુકો) અને મનોજ આલજીભાઈ પરમાર ઉર્ફે અખીલ પરમારને શોધી કાઢી ચારેયની અટકાયત કરવામાં આવી છે. આ કામગીરીમાં એ.એસ.આઈ. પરસોતમભાઈ મંગા ભાઈ, અ.હેડ.કોન્સ મનસુખભાઇ મથુરભાઈ, કીરિટસિંહ નટવરસિંહ, પો.કોન્સ. પૃથ્વીરાજસિંહ દશરથસિંહ સહિતનો સ્ટાફ રોકાયો હતો.

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text