હળવદ માર્કેટિંગ યાર્ડમાં ઓછો ભાવ મળતા ખેડૂતો વિફર્યા : કપાસની હરાજી કરાવી બંધ

- text


માત્ર એક જ દિવસમાં 300 રૂપિયા જેટલો ભાવ ઉતરી જતા ખેડૂતો રોષે ભરાયા : ખેડૂતોનું ટોળું યાર્ડ ની ઓફિસે રજૂઆત કરવા દોડી ગયું

હળવદ : હળવદ પંથકમાં લીલા દુકાળને કારણે ખેડૂતો પાઈમાલ બન્યા છે તેવામાં ખેડૂતોની વિવિધ જણસોનો પણ યોગ્ય ભાવ ન મળતાં ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે ત્યારે આજે હળવદ માર્કેટિંગ યાર્ડ માં કપાસ વેચવા આવેલા ખેડૂતોને ગઇકાલ કરતા 300 જેટલા ભાવ ઓછા બોલાતા ખેડૂતો વિફર્યા હતા અને માર્કેટિંગ યાર્ડમાં કપાસની હરાજી બંધ કરાવી છે સાથે જ ખેડૂતો નું ટોળું માર્કેટીંગ યાર્ડની ઓફિસે રજૂઆત કરવા દોડી ગયું છે. ખેડૂતોના જણાવ્યા મુજબ ગઈકાલ સુધી જે કપાસનો ભાવ 1200 થી 1300 રૂપિયા બોલી રહ્યો હતો જે આજે માત્ર 500થી 600 રૂપિયા જ બોલાઇ રહ્યો છે છે વધુમાં ખેડૂતો જણાવી રહ્યા છે કે માર્કેટિંગ યાર્ડમાં કપાસની વધુ આવકને કારણે જાણી જોઈને ભાવ નીચો કરી દેવામાં આવતો હોય છે જે અમે ક્યારેય સાખી નહીં લઈએ અને જ્યાં સુધી અમને કપાસનો યોગ્ય ભાવ ન મળે ત્યાં સુધી અરજી ચાલુ થવા દેશુ નહીં તેમ જણાવ્યું હતું હાલ તો ખેડૂતો દ્વારા માર્કેટિંગ યાર્ડમાં કપાસ ની હરાજી અટકાવી યોગ્ય ભાવ આપવાની માંગ કરી રહ્યા છે.

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text