મોરબી : સીરામીક કંપનીના ડાયરેક્ટરે વૃક્ષો વાવીને જન્મદિનની ઉજવણી કરી

- text


મોરબી : મોરબીમાં ઈંડિકા વોલ ટાઇલ્સ સીરામીકના ડાયરેકટરે પોતાના 35માં જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી.જેમાં તેમણે પોતાની ફેકટરીમાં પોતાના 35માં જન્મદિવસે 35 જેટલા વૃક્ષો વાવીને પર્યાવરણનું જતન કરવાનો સંકલ્પ લીધો હતો.

મૂળ મોરબી તાલુકા બેલા ગામના વતની અને હાલ મોરબીમાં રહેતા તથા ઈંડિકા વોલ ટાઇલ્સ સીરામીક કારખાનું ધરાવતા કલુભાઈ ઉધરેજા આજે પોતાના જીવનના 35 વર્ષ પુરા કરીને 36માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.તેથી તેમણે આજે પોતાના જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી અને પોતાના 35માં જન્મદિવસ નિમિતે ફેક્ટરીની આજુબાજુમાં 35 જેટલા વૃક્ષો વાવ્યા હતા તથા આ વૃક્ષોનું કાળજીપૂર્વક જતન કરવાનો સંકલ્પ કર્યો હતો. અને દરેક વ્યક્તિને પર્યાવરણનું જતન કરવાનો મેસેજ આપ્યો હતો.

- text

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ શરુ થઇ છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text