વિનય ઇન્ટરનેશનલ સ્કૂલમાં પરમાણુ સહેલીનો સેમીનાર યોજાયો

- text


પાણી, વીજળી અને ટ્રાફિકની યોજનાઓ વિશે સામાન્ય માણસે જાગૃત રહેવું જોઇએ : ડો. નીલમ ગોયલ

મોરબી : પરમાણુ સહેલી ડો. નિલમ ગોયલે ઘુનડા ગામ પાસે આવેલ વિનય ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ ખાતે ચેરમેન જિતેન્દ્રજી, મેનેજિંગ ડિરેક્ટર કૃણાલજી અને આચાર્ય શ્રીમતી બિનાજીના માર્ગદર્શન હેઠળ સેમિનારનું આયોજન કર્યું હતું. સેમિનારમાં શાળાના તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સેમિનારનો ઉદ્દેશ રાષ્ટ્રની મુખ્ય યોજનાઓ વિશે જાગૃત કરવાનો હતો. ડો. નીલમ ગોયલએ કહ્યું કે કોઈપણ દેશ, રાજ્ય અથવા ક્ષેત્રની ગતિવિધિને સાચા અને ટકાઉ વિકાસના માર્ગ પર રાખવા માટે તેની ત્રણ મુખ્ય આવશ્યકતાઓ છે – પાણી, વીજળી અને ટ્રાફિક. આ ત્રણ સુવિધાની ગોઠવણીનું સ્તર તે પ્રદેશ, રાજ્ય અથવા દેશના વિકાસનું સ્તર માપે છે. જ્યારે પરમાણુ સહેલી ડો. નિલમ ગોયલે વિદ્યાર્થીઓને પૂછ્યું કે કોણ-કોણ ખેડૂત બનવા ઈચ્છે છે? ત્યારે ફક્ત બે વિદ્યાર્થીઓએ જવાબ તરીકે હાથ ઊંચા કર્યા હતા. ત્યારબાદ તેઓએ વિદ્યાર્થીઓને કહ્યું કે આપણા દેશમાં ચોવીસ કલાક પાણી અને શક્તિનો સતત પ્રવાહ રહેશે, ખેડૂત એક વર્ષમાં ત્રણ પાક ઉગાડશે, જે પ્રતિ હેક્ટર દીઠ વાર્ષિક 5 થી 9 લાખ રૂપિયાની આવક મેળવશે. આટલું કહ્યા બાદ વિદ્યાર્થીઓને ફરી એ જ પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે જવાબમાં પોણા ભાગના વિદ્યાર્થીઓએ હાથ ઊંચા કર્યા હતા.

- text

પરમાણુ સહેલી ડો. નીલમ ગોયલએ ગુજરાત અને રાજસ્થાનની જનતાને જાગૃત કરવા એક મિશન શરૂ કર્યું છે. તેઓ કહે છે કે ભારતના સભાન લોકો દેશની લોકશાહી પદ્ધતિને ખરા અર્થમાં સમજી શકશે ત્યારે એશિયામાં ભારતને સર્વાંગી વિકાસનું મુખ્ય ઉત્તમ ઉદાહરણ તરીકે સાબિત કરી શકશે.

આ સેમિનાર ઉપસ્થિત રહેલા દરેક લોકોએ પરમાણુ સહેલી ડો. નિલમ ગોયલના વક્તવ્યને ધ્યાનપૂર્વક માણ્યો હતો. જેના બદલ શાળા પરિવારે તેઓનો આભાર માન્યો હતો.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ શરુ થઇ છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text