મોરબીના તબીબની પ્રામાણિકતા : ખોવાયેલ પાકીટ મુળ માલિકને પરત કર્યું

- text


મોરબી : મોરબી શહેરના શનાળા રોડ પર આવેલ બાળકોની સ્પર્શ હોસ્પીટલના ડો.મનિષ સનારિયાએ રસ્તા પરથી મળેલ પાકીટ મુળ માલિકને સુપરત કરી પ્રમાણિકતા દાખવી હતી.

- text

આજના હળાહળ કલિયુગમાં જ્યારે માનવતા મરી પરવારી છે. તેવા એક બાદ એક કિસ્સા પ્રકાશમાં આવી રહ્યા છે. ત્યારે પ્રમાણિકતા પણ હજું જીવંત છે તેના ઉદાહરણ મળતા રહે છે. જેમાં ગઈકાલે જ રાત્રિ દરમ્યાન ૧૦ વાગ્યાની આસપાસ મોરબી શહેરની સ્પર્શે હોસ્પીટલના ડો.મનિશ સનારિયા તથા તેમના પત્ની ડો. નિધિ સનારિયા કાર લઈને શનાળા રોડ પરથી જઈ રહ્યા હતા. ત્યારે કોઈક બાઇક ચાલકનું પાકીટ પડી જતા ડો. મનિષ સનારિયા સાહેબે પોતાનો કાર પાર્ક કરી પાકીટમાં એડ્રેસ જોઈને ડોક્યુમેન્ટ અને રોકડ રકમ મુળ માલિક જયસુખભાઇ ચાવડા રહે. હાઉસિંગ બોર્ડ આંબાવાડીમાં સવારમાં તેમના ઘરે પહોંચી પાકીટ પરત કરીને પ્રમાણિક્તાનું ઉદાહરણ પુરૂ પાડ્યું હતું. ત્યારે જયસુખભાઇ ચાવડાના તમામ જરૂરી ડોક્યુમેન્ટ અને રોકડ રકમ પરત થતા ડો.મનિષ સનારિયાનો આભાર વ્યક્ત કરેલ હતો.

- text