મોરબીના દરેક તાલુકામાં પાલક માતા પિતાના લાભાર્થી બાળકોના મા અમૃતમ કાર્ડ કઢાવવામાં આવ્યા

- text


મોરબી : જિલ્લા સમાજ સુરક્ષા અને જિલ્લા બાળ સુરક્ષા એકમ મોરબી દ્વારા જિલ્લાના હળવદ, માળીયા મિયાના, અને ટંકારા તાલુકામાં તથા ગામડાઓમાં વસતા પાલક માતા પિતા યોજનાના લાભાર્થી બાળકો કે જેઓ ગુજરાત સરકારની પાલક માતા પિતા યોજના અંતર્ગત લાભ મેળવતા હોય તેવા બાળકોના પરિવાર સાથે સંકલન કરી મા અમૃતમ કાર્ડ માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકો કે પરિવારોના જરૂરી આધાર પુરાવા એકત્ર કરી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એ. એફ. પીપળીયા અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ડો. વિપુલ શેરસીયા દ્વારા તાલુકા વાઇસ ટીમ બનાવી મા અમૃતમ કાર્ડ કઢાવવા માટે કેમ્પ યોજવામાં આવ્યો હતો.

- text

કેમ્પને સફળ બનાવવા રિતેશ ગુપ્તા, સમીર લડધ, વિશાલ રાઠોડ અને જિલ્લા આરોગ્ય ટીમે સંકલન કરી કામગીરીને સફળ બનાવી હતી. કેમ્પ અંતર્ગત 76 જેટલા બાળકોના કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ મા અમૃતમ કાર્ડ મળતાં બાળકોને બિમારી સમયે વિનામૂલ્યે તબીબી સારવાર મળી રહેશે એમ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ડો. વિપુલ શેરસીયાએ યાદીમાં જણાવ્યું હતું.

- text