ખાખરાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા જેપુર ગામમાં દવાયુક્ત મચ્છર દાનીનું વિતરણ કરાયું

- text


મોરબી: મોરબીના ખાખરાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અંતર્ગત સેજાના ગામ જેપુરમા સરકાર દ્વારા ચલાવવામાં આવતા મેલેરિયા નાબુદી – 2022 અનુસંધાને ગામમાં મચ્છર જન્ય રોગચાળો જેવો કે મલેરિયા, ડેન્ગ્યુ જેવા વાહકજન્ય રોગચાળો ના ફેલાય તે માટે ગામના દરેક વ્યક્તિ માટે મચ્છરદાનીનું વિતરણ કરવામાં આવેલ હતું.

- text

જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-ખાખરાળાના ડો.સંજય જીવાણીની દેખરેખમા જેપુરના સરપંચ ભાવેશભાઈ પંચાસરા તેમજ ઉપસરપંચ મનસુખભાઇ સાણજાના હાથે મચ્છરદાની વિતરણ કરાવવામાં આવેલ હતી. તેમજ જેપુર ગામમાં ફરજ બજાવતા એમ.પી.એચ. ડબલ્યુ – અરવિંદ પરમાર અને સાથી કર્મચારી હર્ષદભાઈ મિયાત્રા તથા આશા બહેન, મનીષાબેન મકવાણા દ્વારા ગામના દરેક વ્યક્તિને મચ્છરદાની વિતરણ કરવામાં આવેલ હતી. તેમજ દરેકને મચ્છરદાનીમા સુવાની સલાહ આપવામાં આવેલ હતી અને તેના ફાયદા વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. જેપુર ગામમાં તમામ વ્યક્તિઓએ આ આયોજનમાં સહકાર આપી ‘હાથ સે હાથ મિલાઓ’ના સૂત્રને સાર્થક કર્યું હતું.

- text