મિતાણા તાલુકા શાળામાં “નંદ મહોત્સવ”ની ઉજવણી કરાઈ

- text


ટંકારા : “નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલકી” આ પંક્તિઓનો નાદ સાંભળતા જ રોમ રોમમાં શ્રી કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ પ્રગટે છે ત્યારે આજરોજ ટંકારા તાલુકાની મિતાણા તાલુકા શાળા ખાતે ભવ્યાતિભવ્ય ‘નંદ ઉત્સવ’ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાળકો અને શિક્ષકો તેમજ વાલીગણ દ્વારા રાસ રમવામાં આવ્યો હતો. તેમજ બાળગોપાલો દ્વારા મટુકી ફોડ કરી સાક્ષાત ગોકુળીયાના દર્શન કરાવવામાં આવ્યા હતા. સાથે સાથે ચિત્ર સ્પર્ધા, વેશભૂષા સ્પર્ધા, બેસ્ટ કાના-ગોપી સ્પર્ધા વગેરે જેવી સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા. આ ઉત્સવમાં બહોળી સંખ્યામાં ગ્રામજનો તથા વાલીઓ હાજર રહ્યા હતા. આ તકે ટંકારા બી.આર.સી.કો-ઓર્ડિનેટર કલ્પેશભાઈ ફેફર, ટંકારા તાલુકા પ્રા.શિ. સંઘના મહામંત્રી વિરમભાઈ દેસાઈ તેમજ ટંકારા તા.પ્રા.શિ. સહકારી મંડળીના પ્રમુખ મગનલાલ ઉજરીયાએ ઉપસ્થિત રહીને બાળકોના ઉત્સાહમાં વધારો કર્યો હતો. આ કાર્યક્રમનું સુંદર આયોજન શાળાના યુવાન, કાર્યશીલ, ઉત્સાહી એવા આચાર્ય પ્રવીણભાઈ પારધી તેમજ તમામ સ્ટાફ મિત્રોએ કર્યું હતું.

 

- text