મોરબીમાં રાતે 12 થી અત્યાર સુધીમાં છૂટો છવાયો અડધો ઇંચ વરસાદ

- text


મોરબી : મોરબીમાં ગત રાતના 12 થી અત્યાર સુધીમાં છૂટો છવાયોઅડધો ઇંચ વરસાદ નોંધાયો છે. જો કે ગઈકાલે મેઘરાજાએ ખમૈયા કર્યા હતા. બાદમાં રાતે 12 વાગ્યા થી આજે સાંજ સુધીમાં ત્રણથી ચાર જેટલા ઝાપટા વરસ્યા હતા. ગત રાતના 12 થી અત્યાર સુધી મોરબીમાં 16 મિમી વરસાદ નોંધાયો છે. જ્યારે જિલ્લાના અન્ય તાલુકાઓમાં વરસાદ નોંધાયો નથી. જયારે વરસાદી ઝાપટાથી શહેરમાં ગારા કીચડની સમસ્યા યથાવત રહી હતી.

- text