મોરબી જલારામ મંદિર દ્વારા ૩૬ દીવંગતોના અસ્થિઓનુ સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે આજે સામુહીક અસ્થિ વિસર્જન

- text


મોરબી : જલારામ પ્રાર્થના મંદીર તથા આંતરરાષ્ટ્રીય હીન્દુ પરિષદના આગેવાનો દ્વારા આજે સોમવારે 36 દિવંગતોના અસ્થિઓનું સામૂહીક અસ્થિ વિસર્જન કરવામા આવશે. જેમાં 15 બિનવારસી દિવંગતો સહિત 36 દિવંગતોના અસ્થિ વિસર્જન સોમનાથ સ્થિત ત્રિવેણી સંગમ ખાતે કરાશે. વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના જલારામ પ્રાર્થના મંદીર દ્વારા બિનવારસી મૃતદેહોના અંતિમ સંસ્કાર હીન્દુ શાસ્ત્રોક્ત વિધી મુજબ કરવામા આવે છે. ઉપરાંત તેમના અસ્થિઓનુ સોમનાથ મુકામે ત્રિવેણી સંગમમાં સામૂહીક વિસર્જન કરવામાં આવે છે. તેમજ જે લોકો પોતાના સ્વજનોના અસ્થિઓનુ વિસર્જન ન કરી શક્યા હોય તેમના અસ્થિઓનુ વિસર્જન પણ સંસ્થા દ્વારા કરવામા આવે છે.

- text

ઉલ્લેખનીય છે કે હીન્દુ ધર્મની પરંપરા મુજબ ગ્રહણ પહેલા દીવંગતોના અસ્થિઓનુ વિસર્જન કરવુ અનિવાર્ય હોય છે. ત્યારે આગામી તા.૧૬/૭/૧૯ને મંગળવારના રોજ ચંદ્ર ગ્રહણ હોય મોરબી જલારામ મંદીર દ્વારા તા.૧૫/૭/૧૯ને સોમવારના રોજ સોમનાથ મુકામે પવિત્ર ત્રિવેણી સંગમમા સામૂહીક અસ્થિ વિસર્જન કરવામા આવશે.આથી ૧૪-૭-૨૦૧૯ રવિવારના રોજ મોરબીના તમામ સ્મશાનેથી અસ્થિઓ એકત્રિત કરી વિદ્યુત સ્મશાન ખાતે લઈ જવામા આવ્યા હતા. જેમા ૧૫ બિનવારસી સહીત કુલ ૩૬ દીવંગતોના અસ્થિ એકત્રિત થયા હતા. જ્યાં શાસ્ત્રોક્ત વિધી સંપન્ન થયા બાદ સંસ્થાના અગ્રણીઓ સોમનાથ જવા રવાના થયા હતા. આ ભગીરથ કાર્યમા સંસ્થાના અગ્રણી ગીરીશ ભાઈ ઘેલાણી, હીતેશ જાની, પોલા ભાઈ પટેલ, ચિરાગ રાચ્છ, જયેશ ભાઈ કંસારા, દીનેશ સોલંકી, નિર્મિત કક્કડ, નરેન્દ્રભાઈ રાચ્છ,ચિરાગ વોરા, શાસ્ત્રીશ્રી હરકાંત ભાઈ વ્યાસ, સંજય બોરીચા, અશોક ભાઈ માસ્તર, જીતુ ભાઈ શાસ્ત્રી સહીતના જોડાયા હતા.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text