મોરબીમાં કૃત્રિમ વરસાદનો પ્રયોગ કરવાની માંગ

- text


સેતુબંધ ફાઉન્ડેશનના પ્રમુખ કાંતિલાલ બાવરવાની કૃષિમંત્રીને રજુઆત

મોરબી : મોરબીમાં વાદળછાયા વાતવરણ વચ્ચે પણ વરસાદ થઈ રહ્યો નથી. ત્યારે ખેડૂતોની ચિંતા દૂર કરવા માટે કૃત્રિમ વરસાદ પ્રયોગ દ્વારા વરસાદ વિકસાવવામાં આવે તેવી સેતુબંધ ફાઉન્ડેશનના પ્રમુખ કાંતિલાલ બાવરવાએ કૃષિમંત્રીને રજુઆત કરી છે.

કાંતિલાલ બાવરવા દ્વારા રજુઆતમાં જણાવાયું હતું કે હાલમાં ચોમાસાની ઋતુ ચાલે છે અને સૌરાષ્ટ્રના ઘણા બધા જિલ્લાઓમાં હજુ જરૂર પુરતો પણ વરસાદ થયેલ નથી અને ખેડૂતો પોતાના પાકોનું વાવેતર કરવા માટે વરસાદની રાહ જોઈ રહ્યા છે. હાલમાં વાદળ છાયુ વાતાવરણ રહે છે. અને વરસાદ થતો નથી. ત્યારે આવા વાદળ વાળા વાતાવરણમાં જો કૃત્રિમ વરસાદ પ્રયોગ દ્વારા વરસાદ વિકસાવવામાં આવે તો જગતનો તાત તેના પાકનું સમયસર વાવેતર કરી શકે તેમ છે. પછી જયારે વાતાવરણ નહિ હોય ત્યારે કૃત્રિમ વરસાદ માટે પણ સંજોગો રહેશે નહિ અને વાવેતર યોગ્ય સમય પણ નહી હોય.

- text

હાલમાં બંને રીતે આ સમયમાં કૃત્રિમ વરસાદ પ્રયોગ કરવો જરૂરી છે. કારણ કે વાવેતરનો પણ યોગ્ય સમય છે અને વાતાવરણમાં ભેજ વાળા વાદળો પણ છે. તો આ તકનો લાભ લઇને જો કૃત્રિમ વરસાદ પ્રયોગ વાળો વરસાદ વિકસાવવામાં આવશે તો જગતના તાત માટે સોનાનો વરસાદ સમાન આ વરસાદ થશે. પછી જયારે સમય જતો રહેશે અને વાતાવરણ પણ નહિ હોય ત્યારે આ કૃત્રિમ વરસાદ પ્રયોગ પણ નહિ થઇ શકે જેથી આ બાબતે વહેલાસર નિર્ણય લેવામાં આવે તેવી માંગ છે.

- text