હળવદ નજીક નર્મદાના પાણીની પાઇપ લાઈનમાં ભંગાણ

- text


ત્રણ દિવસ પહેલા ભંગાણ થયું હોવા છતાં હજુ સુધી તંત્રને મરમત કરવાની ફુરસદ ન મળી : પાણીની ગંભીર અછત વચ્ચે દરરોજ હજારો લીટર પાણીનો બગાડ થતા લોકોમાં રોષ

હળવદ : હળવદના બોયડી ગામના રોડ પર ખેતર નજીક આવેલ નર્મદાની પાઇપ લાઈનમાં ભગાણ થતા પાણીનો ધોધ વછૂટ્યો હતો. જેથી હળવદના 12 ગામોને પીવાના પાણીની ગંભીર સમસ્યાઓ ભોગવવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.

- text

હળવદના બાયોટી ગામ નજીક પસાર થઈ રહેલી નર્મદાના પાણીની પાઇપ લાઈનમાં ત્રણ દિવસ પહેલા ભંગાણ થયું હતું.અને આ તૂટેલી લાઈનમાંથી દરરોજ હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે.જોકે ત્રણ દિવસથી નર્મદાની તૂટેલી લાઈનમાંથી અવરીતપણે પાણીનો મોટા બગાડ થતો હોવા છતાં તંત્રને આ લાઇન રિપેરીગ કરવાની ફુરસદ મળી નથી.નર્મદાની લાઈનમાં ભંગાણથી 12 ગામોને પાણીની ગંભીર અસર થઈ રહી છે. એક બાજુ વરસાદ ખેંચાયો છે અને હળવદ પંથકમાં પાણીની ભારે ખેંચ છે.ત્યારે ત્રણ દિવસથી ખોટી રીતે પાણીનો બગાડ થતો હોવા છતાં તંત્ર લાઇન રિપેરીગ માટે હજુ સુધી ન ડોકાતા સ્થાનિક લોકોમાં રોષ વ્યાપી ગયો છે.

- text