મોરબી : વૃક્ષારોપણ અભિયાન અંતર્ગત વધુ બે સીરામીક કંપની દ્વારા 900 વૃક્ષોનું વાવેતર

- text


મોરબી : મોરબીમાં સીરામીક ઉધોગકારો દ્વારા હાલની ચોમાસામાં સીઝનમાં વૃક્ષારોપણનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.જેમાં સીરામીક ઉધોગકારો વૃક્ષોનું વાવેતર કરીને તેનું કાળજીપૂર્વક જતન કરવાનો સંકલ્પ લઈ રહ્યા છે.ત્યારે મોરબીની વધુ બે સીરામીક કંપનીઓએ પર્યાવરણના જતન માટે આગળ આવીને 900 વૃક્ષોનું વાવેતર કરીને આ વૃક્ષોનું કાળજી પૂર્વક જતન કરવાનો સંકલ્પ લીધો હતો. મોરબીમાં ચોમાસાની સિઝન શરૂ થતાની સાથે વૃક્ષના વાવેતર માટે અનુકૂળ વાતાવરણ ઉભું થતા સીરામીક ઉધોગકારો પર્યાવરણનું જતન કરવાની નેમ સાથે સ્વંયભુ રીતે વૃક્ષારોપણ અભિયાન ચલાવી રહ્યા છે. અનેક સીરામીક ઉધોગકારો પર્યાવરણનું જતન કરવા માટે પોતાના ઉતરદાયિત્વની જવાબદારી સુપેરે નિભાવી રહ્યા છે અને અનેક સીરામીક ઉધોગકારો ઔધોગિક ઝોનમાં વૃક્ષોનું વાવેતર કરી રહ્યા છે.ત્યારે મોરબીની વધુ બે સીરામીક કંપનીઓએ પર્યાવરણના જતન માટે યોગદાન આપ્યું છે.જેમાં મોરબી હળવદ રોડ ઉપર આવેલ ઉંચી માંડલ ગામ પાસેના સૂરજ વિટ્રીફાઇડ પ્રા.લી. દ્વારા 400 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું જ્યારે મોરબીના લવેન્ઝો ગ્રેનાઈટ સીરામીક કંપની દ્વારા 500 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.આ બન્ને સીરામક કંપનીઓએ વૃક્ષોનું વાવેતર કરીને તેનું કાળજી પૂર્વક ઉછેર કરવાની નેમ વ્યક્ત કરી હતી.ત્યારે સીરામીક ઉધોગ દ્વારા સીરામીક ઝોન સહિત શહેરને લીલુંછમ હરિયાળો બનાવવા માટેનો આ સ્વંયભુ સહિયારો પ્રયાસ પ્રેરણાદાયી બની રહ્યો છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text