મોરબી રેડિયો લાવી રહ્યું છે અનોખા કાર્યક્રમોની વણઝાર

- text


‘ફરમાઈશ’, ‘વાત તમારી રેડિયો અમારો’ અને ‘મોરબી વોન્ટ્સ’ નામના ત્રણ નવા શોની શરૂઆત થવા જઈ રહી છે, જેમાં શ્રોતાઓની ભાગીદારી પણ હશે

મોરબી : મોરબી રેડિયોમાં મોરબીવાસીઓ માટે ત્રણ નવા શોની શરૂઆત થઇ રહી છે. જેમાં દર સોમવારે તથા ગુરુવારે ‘ફરમાઈશ’ શો, મંગળવારે ‘વાત તમારી, રેડિયો અમારો’, અને શુક્રવારે ‘મોરબી વોન્ટ્સ’ શો શરૂ થવા જઈ રહ્યા છે. આ તમામ શો રાત્રે 9 થી 10 દરમિયાન પ્રસારિત થવાના છે.

મોરબી અપડેટ દ્વારા મોરબીનો એક અલાયદો રેડિયો શરુ કરવામાં આવ્યો છે. જેમાં દર સોમવારે તથા ગુરુવારે ફરમાઈશ શો, કે જેમાં મોરબીવાસીઓ પોતાની કોઈ પણ ગીતની ફરમાઈશ મોરબી રેડિયોના મોબાઈલ નંબર 95376 76276 ઉપર વ્હોટસેપ મેસેજમાં પોતાનું નામ અને ગીતનું નામ જણાવી શકે છે. રાત્રે 9 થી 10 આ ફરમાઈશ તેમના નામ સાથે પૂરી કરવામાં આવશે.

દર મંગળવારે ‘વાત તમારી, રેડિયો અમારો’ શો, જે અંતર્ગત મોરબીના કોઈ પણ નાગરિકને પોતાની કોઇ પણ વાત રજુ કરવા માટે પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે. આ કાર્યક્રમમાં લોકો પોતાની વાત કે કોઈ કળા અગાઉથી રેકોર્ડ કરાવીને વોટ્સએપ મેસેજમાં ઓડિયો કે વિડિયો સ્વરૂપે મોકલી શકશે. દર શુક્રવારે રાત્રે 9 થી 10 ‘મોરબી વોન્ટ્સ’ નામનો કાર્યક્રમ, કે જેમાં મોરબીવાસીઓ મોરબીને આગામી સમયમાં કેવું જોવા ઈચ્છે છે, તે બાબતે પોતાના મંતવ્યો ઓડિયો અને વિડીયોના માધ્યમથી રેકોર્ડ કરીને મોરબી રેડિયોના નંબર 95376 76276 પર મોકલી આપશે બાદમાં તેને દર શુક્રવારે રાત્રે 9 થી 10 પ્રસારીત કરવામાં આવશે.

- text

આ ઉપરાંત જાણીતો મોરબી રેડીયોનો જાણીતો ‘મહેમાનો ઓ વ્હાલા’ અતિથિ વિશેષ શો દર બુધવારે તથા શનિવારે રાત્રે 9 થી 10 પ્રસારિત કરવામાં આવશે. જેમાં વિવિધ ક્ષેત્રે નામના પ્રાપ્ત કરનાર તથા સમાજ માટે કશુંક કરનાર વ્યક્તિઓ સાથે સીધો સંવાદ કરવામાં આવશે. તો મોરબી રેડીયોના આ શો માણવાનું ચૂકશો નહિ. મોરબી રેડિયો ‘મોરબી અપડેટ’ના એપ ઉપરાંત હવે વેબસાઈટ ઉપર પણ સાંભળી શકાશે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

 

 

- text